________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. थुइवंदणमरहंता, अमरिंद नरिंद पूयमरहता ।
सासयसुहमरहंता, अरहंता इंतु मे सरणं ॥१॥ અર્થાત-સ્તુતિ અને વંદનને યોગ્ય, ઈન્દ્રો અને નરેન્દ્રોની પૂજાને ગ્ય, વળી શાશ્વત સુખને યોગ્ય જે અરહંત છે, તે મને શરણ થાઓ.
બીજે “મો રિન્તા' એટલે નમોહંગ્ય: પાઠ છે ‘ગરિ'-આઠ કર્મરૂપ શત્રુને હંતા” કહેતાં હણનાર એવા શ્રી અરિહંત ભગવાનને દ્રવ્ય અને ભાવપૂર્વક નમસ્કાર થાઓ. કહ્યું પણ છે કે –
__'अविहंपि अ कम्मं, अरिभूयं होइ सयलजीवाणं ।
तं कम्ममरिहता, अरिहंता तेण वुञ्चति ॥१॥ અર્થાત્-આઠ પ્રકારનાં જે કર્મ છે કે જે સર્વ જીને શત્રુ રૂપ છે, એવા કર્મ રૂપ શત્રુને નાશ કરવાવાળા હેવાથી, અરિહંત કહેવાય છે.
અથવા હિનના અરિહંત એટલે સંસારરૂપી ગહન વનને વિષે અનેક દુ:ખને પમાડનાર એવા મહાદિક શત્રુને નાશ કરવાવાલા અરિહંત, તથા રોહનના અરિહંત એટલે સૂર્યમંડલને ઢાંકવાવાળા વાદળાંની સમાન આત્માના જ્ઞાનાદિ ગુણોને ઢાંકવાવાળા ચાર ઘાતિરૂ૫ રજ, તે રૂપ શત્રને નાશ કરવાવાલા અરિહંત, તથા પાંચે ઈદ્રિના ત્રેવીશ વિષય, ચાર કષાય, બાવીશ પરિષહ, આમેસ્થિત અને પરકૃત એવી બે પ્રકારની વેદના અને અનુલોમ તથા પ્રતિમ એવા બે પ્રકારના ઉપસર્ગ ઈત્યાદિ સર્વ પ્રકારના શત્રુઓનો નાશ કરવાવાલા અરિહંત ભગવાનને દ્રવ્ય અને ભાવ પૂર્વક નમસ્કાર થાઓ.
તથા અરિહંત ભગવાનની સહાયથી મેક્ષરૂપ નગરની પ્રાપ્તિ થાય છે માટે સાર્થવાહ, અરિહંત ભગવાનની સહાયથી ભવ સમુદ્રને પાર પમાય છે માટે નિયમક, તથા પ્રાણુ, ભૂત, જીવ અને સવ, એ ચાર પ્રકારના જીવને માહણ માહણ એ શબ્દ કહે, તેથી સર્વ જી પર કૃપાવાળા અને નિર્વાણરૂપ વન પ્રત્યે પહોંચાડવાવાળાં હોવાથી મહાગપ, એ ત્રણે ઉપમાઓ જેઓને વિષે યથાર્થ રીતે ઘટે છે, એવાશ્રી અરિહંત ભગવાનને દ્રવ્ય અને ભાવપૂર્વક નમસ્કાર થાઓ.
ત્રીજે “નમો અહંતા” એટલે નમોગરહમઃ પાઠ છે. યહઃ અહીં “શું” બીજતંતુ સંતાને એ ધાતુનું “પદ છે એટલે ક્ષીણકમબીજાણ થકી જેમને ફરી સંસાર મળે “દંત’ કહેતાં ઉપજવું જ કહેતાં નથી એટલે અહંત કહીએ અર્થાત બીજનું વિસ્તારપણું નથી. હવે કઈ પણ ભવ કરતું નથી માટે અહંત કહીએ. કહ્યું પણ છે કે –