________________
નવકાર મહારશ્ય.
ઉપાધ્યાયને આશ્રય કરનાર સુજ્ઞ મનુષ્ય કુત્સિત પાખંડીઓથી પરાભવપણને પામતે નથી-પરાજય થતું નથી, મન, વચન અને કાયા એ ત્રણ દંડ વડે વિડંબણું પામતે નથી તથા કૈધાદિક કષાય વડે દંડાતો નથી. જે મનુષ્ય ઉપાધ્યાયની સેવા કરે છે તે મનુષ્યના શરીરમાંથી રોમા એટલે મા-લક્ષ્મી, ઉમા-કીર્તિ, હી, ધતિ અને બ્રાહ્મી એ દેવીઓ દૂર થતી નથી એવી સિદ્ધ ભગવાનની આજ્ઞા છે, જેઓ મૂર્તિમાન (દેહધારી) ઉદય છે, જેઓ સમકિતદષ્ટિવાળાને ઉત્સવ છે અને જેઓ શ્રેષ્ઠ બુદ્ધિને ઉત્સાહ છે, તેઓ ઉપાધ્યાય કહેવાય છે. જે વચન, શરીર અને વયથી વૃદ્ધિ પામેલા છે, જેઓ હિંસાની વાતથી પણ રહિત છે અને જેઓ વેદ વિદ્યાને વશ રહેલા છે અર્થાત વેદના પારગામી છે તે ઉપાધ્યાયની તે સેવા કર. એકાંત અનિત્યપક્ષ અને એકાંત નિત્યપક્ષને જય કરવાથી ઉત્પન્ન થએલી ઉપાધ્યાયની કીર્તિરૂપ ભંભાને કક્ષાત્કાર શબ્દ સર્વ દિશાઓમાં વ્યાપી રહ્યો છે. વા–જે (શિષ્યને) સાત નયની કુશળતા પ્રાપ્ત થાય છે, જે અન્યના આગમશામાં ચતુરાઈ પ્રાપ્ત થાય છે અને જે દ્વાદશાંગીરૂપ સૂત્રની પ્રાપ્તિ થાય છે તે સર્વ ઉપાધ્યાય વિના શી રીતે પ્રાપ્ત થાય ? ત્રણ રેખાવાળે અને સાથે અનુસ્વાર વાળ લંકાર અહીં એમ બતાવે છે કે વિનય, શ્રત અને શીળ વગેરે ગુણે એક્ષપ્રાપ્તિ માટે જાગૃત છે. સાત રજજુ પ્રમાણુ ઊર્ધ્વલકના માર્ગને પ્રકાશ કરવામાં દીપક સમાન મહા ઉજજવળ એવા આ ચેથા પદના સાત અક્ષરો “નમો કરવા ” મારા સત વ્યસનને નાશ કરનારા થાઓ.
ઇતિ ચતુર્થ પ્રકાશ.