________________
નવાર માહાસ્ય,
વિષયવાળા એકાંતપક્ષમાં અનેકાંતપક્ષની સંપદાઓને સમાવેશ થઈ શક્ત નથી; કેમકે દરિદ્રીના ઘરમાં ચકવતિની સમૃદ્ધિઓને સમાવેશ થઈ શકતું નથી. કદાચ કોઈ ઠેકાણે એકાંતપક્ષને આભાસ જણાતું હોય તે તે અનેકાંત પક્ષથી ઉત્પન્ન થએલો છે એમ જાણવું, કેમકે વાટ, તેલ અને પાત્ર વગેરે સામગ્રીને સંગ થવાથી જ દીપક ઉત્પન્ન થાય છે. સાવ અને અસત્વ, નિત્ય અને અનિત્ય, તથા ધર્મ અને અધર્મ એ વગેરે ગુણે બેબે મળેલા છે; તે જ સત્પરૂષને કાર્યની સિદ્ધિ બતાવી આપે છે. તેથી કરીને હે ભવ્યજી ! જે સિદ્ધિપદની ઈચ્છા હોય તે બુદ્ધિના આઠ ગુણરૂપ મંત્ર જાપ કરી એકાંતપક્ષ ગ્રહણ કરવાને કદાગ્રહ છોડી દઈને તત્વને માટે જ યત્ન કરે. ત્રણ રેખાવાળા અને માથે અનુસ્વારવાળે કાર એવું દેખાડે છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નવાળે આત્મા શૂન્ય સ્વભાવને-ક્ષને પામે છે. શુભ અને અશુભ સર્વ કમને ક્ષય થવાથી આત્માનું જે ચૈતન્ય સ્વરૂપ મેક્ષસ્થાનમાં ભાસે છે તે જ શૂન્ય સ્વભાવપણું કહેવાય છે. ઔદારિકાદિક પાંચ શરીરને નાશ કરનાર અને મોક્ષરૂપ પાંચમી ગતિને આપનાર આ પાંચ અક્ષરો “નમો સિદ્ધાળે” તમેને પંચત્વ (મરણ) વગેરેના પ્રપંચથી એટલે જન્મ, જરા, મરણાદિક આ સંસારના સ્વભાવથી રક્ષણ કરો.
દ્વિતીય પ્રકાશ સંપૂર્ણ