________________
કલ્યાણ મંદિર સ્તોત્ર. त्वामेव वीततमसं परवादिनोऽपि
– વિમો: રિન્દરસિધિયા છાત્રા किं काचकामलिमिरीश ! सितोऽपि शङ्खो
__नो गृह्यते विविधवर्णविपर्ययेण ? ॥१८॥ ભાવાર્થ –હે પ્રભુ! પર દર્શનીઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર વગેરેની બુદ્ધિથી વીતરાગ એવા આપને જ અંગિકાર કરે છે-આપનું જ બ્રહ્માદિક રૂપે ધ્યાન ધરે છે, તે યોગ્ય જ છે. જેવી રીતે શંખને વર્ણ સફેદ છે તે પણ કાચકમળાના રેગવાળા મનુષ્યો તે શંખને રાતો, પીળો વગેરે જુદા જુદા વર્ણવાળે જુએ છે, તેવી જ રીતે પરતીથીઓ પણ આપનું આ હરિ છે, હર છે, બ્રહ્મા છે, એવી બુદ્ધિથી આરાધન કરે છે.–૧૮
મત્ર- ૐ હ્રીં નમો અરિહૃતા, ૩ ફ્રી નમો સિદ્ધા, ૐ હ્રીં નમો આયરિયા, ॐ ह्रीं नमो उवज्झायाणं, ॐ ह्रीं नमो लोए सव्वसाहूणं, ॐ नमो सुअदेवयाए, भगवईए सव्वसुअमए, बारसंगपवयण जणणीए, सरस्सइए, सव्ववाइणि, सुवण्णवणे, ॐ अव. तर अवतर देवि, मम सरीरं, पविस पूवं, तस्स पविस, सव्वजणमयहरीए, अरहंत सिरीए स्वाहा॥
વિધિ –આ મંત્રથી ખડી મંત્રીને મસ્તકે તિલક કરવું અને રાત્રિના વિષે સર્વ મનુષ્ય સુઈ રહ્યાં પછી હાથમાં પાણીની ભરેલી ઝારી લઈ, એકાંતે રહી, મનુષ્યની વાત સાંભળવી, જે વચન સાંભળવામાં આવે તે સત્ય જાણવું, મન ચિંતત કાર્યનું શુભાશુભ ફલ આ રીતે જાણવું. . ૐ હી ઘરવા તેવસ્વરૂણેયાય નમઃ |
આ ૧૮ મા શ્લોકના ભાવને દર્શાવતિ પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ર૭૯ ની મધ્યમાં સર્ષના લંછન સહિત પદ્માસનસ્થ પ્રભુ પાર્શ્વનાથની મૂર્તિ બિરાજમાન છે, પ્રભુની જમણી બાજુ સ્તુતિ કરતા સ્તોત્રકાર કુમુદચંદ્ર બેઠેલા છે, ડાબી બાજુએ બે હાથમાં શંખ પકડીને કાચકમળના રેગવાળે એક મનુષ્ય ઊભેલે છે, જે પિતાના હાથમાં રહેલા શંખને રંગ સફેદ હેવા છતાં રાતો, પીળો વગેરે વર્ણન વાળ જુએ છે, તેની બાજુમાં ઉપરના ભાગમાં એક ઝાડની નીચે વાંસળી વગાડતા હરિ (કૃષ્ણ) બેઠેલા છે તથા નીચેના ભાગમાં વ્યાઘચર્મ ઉપર બેઠેલા તથા જેઓના મસ્તકમાંથી ગંગા નદી વહી રહી છે તે અને પિતાની સન્મુખ ત્રિશૂળ રાખેલું છે એવા હર(શંકર)ની રજુઆત કરીને ચિત્રકારે લેકને આબેહુબ ભાવ દર્શાવવા પ્રયત્ન કરેલ છે.