________________
કલ્યાણમદિર સ્તોત્ર. બાજુએ બે ગૃહસ્થ શ્રાવકે વસ્ત્રો પહેરીને બેઠેલા છે અને તે બંને જણ પોતાનો જમણે હાથ ઉંચો કરીને પ્રભુની સ્તુતિ કરતા દેખાય છે, તે ગૃહસ્થોની પાછળના ભાગમાં પર્વતની આકૃતિ ચીતરેલી છે તથા ચિત્રના નીચેના ભાગમાં સમુદ્રમાં તરતાં સાત કમળનાં ફૂલે બતાવીને ચિત્રકારે શ્લોકને આશય ધ્વનિત કરવા પ્રયત્ન કરેલો છે. જેવી રીતે હળવાપણાએ કરીને કમળનાં ફૂલે સમુદ્ર તરી જાય છે, તેવી જ રીતે આપને હૃદયમાં ધારણ કરવાવાળા પ્રાણીઓ કર્મની નિર્જરા થવાથી અત્યંત હળવા કમી થવાથી સુખે કરીને ભવરુપી સમુદ્રને તરી જાય છે.
क्रोधस्त्वया यदि विभो ! प्रथमं निरस्तो
ध्वस्तास्तदा बत कथं किल कर्मचौराः ।। प्लोषत्यमुत्र यदिवा शिशिराऽपि लोके
नीलद्रुमाणि विपिनानि न किं हिमानी ? ॥१३॥ ભાવાર્થ-હે પ્રભુ ! જે તમોએ ક્રોધને પ્રથમથી જ નાશ કર્યો છે, તે તે કોધ વિના કર્મરૂપી ચેરેને તમાએ શી રીતે નાશ કર્યો ? એ મોટું આશ્ચર્ય છે. આ જગતમાં શીતળ એવો પણ હિમને સમૂહ, નીલા વૃક્ષવાળા વનખંડને શું નથી બાળ ? જેમ શીતળ એ હિમને સમૂહ નીલા વૃક્ષવાળા વનખંડને બાળે છે, તેમ તમે પણ ક્રોધ વિના જ કર્મ રૂપી ચોરેને નાશ કરે છે એ યુક્ત જ છે.–૧૩
મ––૩૪ ઈં અવિભાડલા પર્વ તુન્ રતમા તૈમય અધય ગંધક અન્ય मुकय मोहय मोहय कुरु कुरु ह्रीं दुष्टान् ठः ठः ठः स्वाहा ॥
વિધિપૂર્વ દિશા સન્મુખ બેસીને આ મંત્રને આઠ દિવસ અથવા એકવિશ દિવસ સુધી મુષ્ટિ બંધ કરી રોજ ૧૧૦૦ અગિઆરસો જાપ કરે તે સવ જાતના દુષ્ટ વ્યંતરના કષ્ટથી મુક્ત થવાય છે. દૃી વાવવિશ્વેતા શ્રી जिनाय नमः ॥
આ ૧૩મા શ્લોકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૭૬ની મધ્યમાં સર્ષના લંછન સહિત પ્રભુ પાર્શ્વનાથની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે, તેઓશ્રીની જમણી બાજુએ બંને હાથની અંજલિ જેડીને પ્રભુની સ્તુતિ કરતા એવા સ્તોત્રકાર “કુમુદચંદ્ર બેઠેલા છે અને ડાબી બાજુએ નીલા વૃક્ષવાળા વનખંડે બતાવવાને માટે ચિત્રકારે વનખંડમાં ટેકરી ઉપર ઉગેલું એક નીલું વૃક્ષ બતાવીને શ્લેકને અનુરૂપ ભાવ દર્શાવવા પ્રયત્ન કરેલ છે.