________________
ભક્તામરમત-ગાસ્નાય.
કાવ્ય ૪૦અદ્ધિ-8 ફ્રી મર્દ જમો થયછીf I भन्:-- ह्रीं श्रीं क्लीं हाँ ह्रीं अग्नि उपशमनं कुरू कुरू स्वाहा ।
થa-બાર પાંખડી વાલા કમલની મધ્ય કણિકામાં સાધકનું નામ (દેવદત્ત) લખીને, બાર પાંખડીઓમાં ૩૪ હૈ દ ર ા ( ?) સુંવીય નમઃ લખીને, ઉપર વલય દઈને, તેના ઉપર ઊંકાર પંદર વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કર. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૫૧
વિધિ–આ કાવ્ય, ત્રાદ્ધિ, મન્વનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી અગ્નિને ઉપદ્રવ થતો નથી. વળી આ વિધિથી મન્ત્રની સાધના કરવી–પવિત્ર થઈને અગ્નિ ખુણે અથવા પૂર્વદિશાએ પંચામૃતથી ભરેલે ઘડે, ચકેશ્વરીની સ્થાપના કરીને, પહેલાંની વિધિ પ્રમાણે પૂજા સામગ્રી એકઠી કરીને, લાલ વસ્ત્ર પહેરીને, અષ્ટ પ્રકારે ચક્રેશ્વરીની પૂજા કરીને, તાંબાના પતરાં પર યન્ત્ર અષ્ટગંધથી લખી સ્થાપના કરીને, સુગધીવાળાં લાલફૂલથી પૂજન કરીને, લાલ આસન પર પૂર્વાભિમુખ બેસીને, લાલ જપમાલા પર કાવ્ય, ઋદ્ધિ અને મન્વના ૧૨૦૦૦ બાર હજાર જાપ કરવાથી મત્ર સિદ્ધ થાય છે. સિદ્ધ થયા પછી જ્યાં જ્યાં અગ્નિ લાગતો હોય ત્યાં ત્યાં પંચામૃતથી અથવા શુદ્ધ જલથી ૧૦૮વાર મંત્રીને જલધારા ૨૧વાર દેવાથી અગ્નિ શાંત થઈ જાય છે.'
તંત્ર–પુષ્યાકે શિયાણીની દાઢ અને લજજાલુ પંચાંગ, ત્રિધાતુના માદળીઆમાં નાખીને ધારણ કરવાથી અગ્નિથી નિર્ભય થવાય છે.
ઇતિ ચત્વારિશત્ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત ૪૦મા યંત્રની વિધિ
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર પુષ્યાકે, મૂલાકે અથવા દિવાલીના દિવસે લખીને, ત્રિધાતુના માદળીઆમાં નાખીને, ત્રણ ત્રણ દિવસ પંચામૃતમાં નાંખીને, પછી મસ્તકે ધારણ કરવાથી અગ્નિની જવાલાને ભય લાગતું નથી. વળી તાંબાના પતરાં ઉપર નવીન યંત્ર ઘરે લખીને, સફેદ ૨૧ ફૂલથી તથા ફલ, નૈવેદ્યથી પૂજન કરીને, તેના પ્રક્ષાલનનું પંચામૃત ઘરમાં નિરંતર છાંટીએ તે કદાપિ કાલે અગ્નિને ભય ઉપસ્થિત થતો નથી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૫૨
૧ માં વિધિ આ પ્રમાણે છે-“ઋદ્ધિ, મન્ત્ર વડે ૨૧વાર મંત્રેલું પાણી ઘરની ચારે બાજુએ છાંટવાથી અને યંત્ર પાસે રાખવાથી અગ્નિને ભય મટી જાય છે.”