________________
મહામાભાવિક નવમરણ.
કાય ૧૯ऋद्धि-ॐ ह्रीं अर्ह णमो विज्जाहराणं। मन्त्र-ॐ ह्रां ह्रीं हूँ हःयक्षः ह्रीं वषट् फट् स्वाहा।
યંત્ર-ધનુષાકારે યંત્ર કરીને, મધ્યમાં પાંચ હોંકાર લખીને, પૂર્વમાં ૐકાર આઠ લખીને, દક્ષિણે કાર આઠ લખવા, પશ્ચિમે આઠ ઈં કાર લખીને, ઉત્તરે આઠ લંકાર લખવા, આ પ્રકારે ધનુષના વિષે મન્ચાક્ષરની સ્થાપના કરીને, વળી ચકાકારે વલય દઈને, તેના ઉપર ત્રાદ્ધિ, મન્ચ વીંટીને, તેને ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૦૯ - વિધિઃ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મત્વનું સ્મરણ કરી, યંત્ર પાસે રાખવાથી પરવિદ્યા આપણા શરીરને વિષે ઉચ્ચાટન કરી શકતી નથી. વળી વિધિપૂર્વક પવિત્ર થઈને રોજ સવારમાં આ કાવ્ય તથા ઋદ્ધિ, મન્ચને જાપ કરે તેના શરીરે મંત્ર, તંત્ર, યંત્ર, કામણ, ૯મણ, કામણ, મુઠ પિતાની સ્ત્રીએ કરેલ હોય અથવા બીજા કઈ પુરુષે કરેલ હોય તે કઈ પણ દોષ લાગતો નથી. વળી આ કાવ્ય મન્વનું
સ્મરણ કરવાના પ્રભાવથી જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં આજીવિકા સુખપૂર્વક મળી શકે અને ભૂખે ન મરાય. વળી ભાગ્યહીન પુરુષ પણ જે આ યંત્રરાજની પૂજા કરે તો પ્રાણના આધાર સમાન અન્નપાન સુખેથી મેળવી શકે.
પુષ્યાક ગે લજજાલુ પંચાંગ, શંખપુષ્પી પંચાંગ, રામપંચાંગ, લક્ષમણ પંચાંગ, તણુંજા પંચાંગ, બધાને ગ્રહણ કરીને ગોળી કરી, કાર્ય વેળાએ પિતાના ઇંકથી ઘસીને તિલક કરવાથી પરવિદ્યા નિષ્ફલ થાય છે અને આજીવિકા મલે છે.
ઇતિ એકનવિંશતિ કાવ્ય પંચાંગ સંપૂર્ણ . શ્રી હરિભદ્રસૂરિ કૃત ઓગણીશમાં કાવ્યની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર પુષ્યાક વેગે અથવા દીવાળીના દિવસની રાત્રિએ લખીને, ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, પંચામૃતને હામ મધુવ્રતથી કરીને, ત્રિધાતુના માદળીઆમાં નાખી, વળી પંચામૃતથી પ્રક્ષાલન કરી, મસ્તકે ધારણ કરવાથી પરવિદ્યા, શત્રુકૃત કઈ પણ જાતને ઉચ્ચાટનને પ્રયોગ પિતાના શરીરે લાગતો નથી. વળી સૂર્ય, ચંદ્રના ગ્રહણ વખતે જમીનમાં ગોપવીને વળી પંચામૃત પખાલી માથે રાખવાથી પરવિદ્યાને ઉચ્છેદ થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર.૨૧૦
૧ માં “ટ”ના સ્થાને “નમઃ પાઠ છે. ૨ માં વિધિ આ પ્રમાણે છે –“યંત્ર પાસે રાખવાથી અને મિત્રને ૧૦૮ વાર જાપ કરવાથી પોતાના ઉપર બીજાએ કરેલા પ્રયોગો જેવા કે મંત્ર, વિદ્યા, મૂઠ, જાદુ વગેરેની અસર થતી નથી. ઉચ્ચાટનનો ભય રહેતો નથી.”