________________
ભક્તામર સત્રતત્રાલય.
શરૂઆતના ૧ થી ૨ કાવ્ય સુધીની વિધિ આ પ્રમાણે જાણવી –
એકાંત સ્થાનમાં જમીન ઉપર નહિ પડેલું એવું ગાયનું છાણ લાવીને, તેમાં કુંકુમ મેળવીને, પવિત્ર જલથી [લીપીને ભૂમિશુદ્ધિ કરવી, પછી દેહશુદ્ધિ કરીને, પીળાં વસ્ત્ર પહેરીને, ઉત્તર દિશાએ સિંહાસન ઉપર ચકેશ્વરીની મૂર્તિની સ્થાપના કરીને, તેની આગળ પંચામૃતથી ભરેલે માટીને, ચાંદીને, અથવા સપ્તધાતુને ઘડો સ્થાપન કરીને, તે ઘડા ઉપર શ્રીફલ મુકીને, ચાર લોગપાલની સ્થાપના કરીને, પછી ઘીને દી કરી, નવરંગી અથવા દશાંગ ધૂપ ઉખેવી, પછી સ્થાપનાની આગળ અક્ષતથી સુંદર સ્વસ્તિક કરીને, તે સ્વસ્તિકના ઉપર સેપારી મૂકીને, પછી પંચામૃતના ઘડાની અંદર રૂપાનાણું મુકીને ૧૦૮ એકસો આઠ પંચવણી પુષ્પની માલા કરીને, ઘડાના કાંઠલાપર સ્થાપન કરીને-ઘડાને પહેરાવીને–પછી પંચામૃતથી ચકેશ્વરીનું પ્રક્ષાલન કરીને, અષ્ટગંધ ભેગાં કરીને, ચકેશ્વરીદેવીની અષ્ટગંધથી પૂજા કરીને, પછી અષ્ટપ્રકારી પૂજા કરી, લેગપાલની પૂજા બલિ, બાકળા નૈવેદ્ય ફલ, ફૂલ વગેરેથી કરીને, પછી પુષ્યાક યોગે ઘડાવેલી આંબાના લાકડાની પાટલી અથવા ચાંદીના પતરાં પર અષ્ટગંધથી યંત્ર લખીને, યંત્રની સ્થાપના કરીને, તે યંત્રની પણ ફલ, નિવેદ્ય, પુષ્પથી પૂજા કરીને, આરતી કરવી. પછી પોતે અષ્ટગંધથી કપાળમાં તિલક કરીને, પીળાં આસન ઉપર ઉત્તર દિશા તરફ મુખ રાખી બેસીને, પીળી નવકારવાળીથી કાવ્ય, અદ્ધિ અને મન્ચ [ત્રણેના જુદા જુદા ૧૨૦૦૦ જાપ કરવા અને તે પ્રમાણે જાપ કરવાથી તે તે મખ્ય સિદ્ધ થાય છે. મન્ન સિદ્ધ થયા પછી આગળ પંચાંગ વિધિમાં તે તે કાવ્યમાં બતાવેલી સંખ્યા પ્રમાણે નિરંતર જાપ કરવા.