________________
૩૨
મહામાભાવિક નવસ્મરણ.
રાજાને હુકમ મળતાની સાથે જ ગુણવર્મા પોતાના બળની તથા ભાગ્યની પરીક્ષા કરવા માટે પોતાના ભાઈને દેશ છેડી ચાલી નીકળ્યો, તે સમયે વર્ષાઋતુ ચાલુ હતી, તેથી ફરતે ફરતો તે એક જંગલમાં પહોંચ્યો અને ત્યાં આવેલા કઈ એક પર્વત પરની ગુફામાં રહી ફળફૂલાદિને આહાર કરી પોતાનું જીવન શાંતિથી ગુજારવા લાગ્યો.
ગુફામાં રહ્યો રહ્યો પંચપરમેષ્ઠિ મહામન્ટન તથા ભક્તામરના ૪૩મા શ્લોકનું હમેશાં એકાગ્રચિત્ત તે ચિતવન કરતો હતો, તેવામાં એક દિવસે અપ્રતિચક્રા (ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં અને તેને કહ્યું કે:-“તું વરદાન માગ.”
ગુણવર્માએ કહ્યું કે –“મને રાજ્ય અપાવે.” દેવીએ રાજ્ય અપાવવાનું વચન આપ્યું અને પછી તુરત જ અદૃશ્ય થઈ ગયાં.
એક વખતે રણકેતુ રાજા પિતાના શત્રપર વિજય મેળવવા જતો હતો, પરંતુ રસ્તામાં જ જે સ્થળે ગુણવર્મા રહેતા હતા તે રસ્તે થઈને જતાં રાત્રિ પડી જવાથી પર્વતની પાસેના એક ભાગમાં લશ્કર સહિત પિતાને પડાવ નાખ્યો.
ગુણવર્માને તે પર્વતની ગુફામાં જ રહેતે જોઈને રણકેતુ વિચારવા લાગે કે – “મારા રાજ્યને ખરો શત્રુ તે અહીં જ રહે છે, અને કેણ જાણે સમય વીતતાં તે શું નહિ કરે? માટે એને મૂળમાંથી નાશ કરે જ ઉચિત છે.”
આ પ્રમાણે વિચાર કરતાંની સાથે જ રણકેતુએ પિતાના સિન્યને આજ્ઞા કરી કે –“જાઓ, આ સામેની ગુફાને ઘેરી લો અને તોપોથી ઉડાવી દો.”
રણકેતુની આજ્ઞા થતાં જ લશ્કરે ગુફાને ઘેરી લીધી અને એકદમ ઉપરાઉપરી તે છેડવા માંડી. ગુણવર્મા શાંતિથી ગુફામાં બેઠો હતો તે આ તોપોના ધડાકા સાંભળી આશ્ચર્ય પામ્યો અને વિચારવા લાગ્યો કે કઈ શિકારી આવ્યા હશે તેથી આ અવાજ થાય છે. આ વિચારથી પોતે ગુફાની બહાર નીકળે, જે ગુફાની બહાર આવે છે તે જ તે ગુફાની ચારે બાજુ ઘેરી વળેલાં પોતાના ભાઈનાં સિન્યને જેવા લાગ્યા.
ગુણવર્મા તુરતજ સેંકડો હરણીઆઓના ટેળામાં જેમ એક કેસરીસિંહ હાય તેવી રીતે એકલો આખા સિન્યમાં ઘૂમી વળ્યો અને ક્ષણવારમાં તે સૂર્યથી જેમ અધકાર દૂર થઈ જાય, તેમ રણકેતુના સૈન્યને ચકેશ્વરી દેવીના વરદાનના પ્રભાવથી અસ્તવ્યસ્ત કરી નાખ્યું. રાજાના રથના છત્ર, શસ્ત્ર વગેરે પણ ગુણવર્માએ ક્ષણવારમાં પાડી નાંખ્યા, વનદેવતાએ પણ ગુણવર્માને જયજયારવ કરી તેના ઉપર ફૂલોની વૃષ્ટિ કરી. કુલવાન તથા વિનયી હોવાને લીધે ગુણવર્મા પોતાના મોટાભાઈના પગમાં પડ્યો. કહ્યું છે કે –