________________
ભક્તામર સ્તાત્ર.
પેાતાના સ્વામી પાસે આવી. સર્પને બદલે ફૂલની માળા જોઇ અનેધૃત્ત સ્ત્રીપુરુષના આશ્ચયના પાર રહ્યો નહિ.
૩૮૯
કણ પેાતાના કપટભાવ છુપાવી એલ્યા કેઃ–“પ્રિયે ! કહેા કેવી સુંદર માળા છે? અને હવે તમે ગળામાં પહેરી જુઓ કે તમને તે કેવી શેાલે છે?”’
દૃઢવ્રતાએ હાસ્ય અને આંતરભાવ છુપાવી એકદમ પેાતે માળા પહેરી લીધી. ઘેાડી વાર પહેરી રાખી પછી ગળામાંથી કાઢી પેાતાના ભદ્રિક સ્વભાવને લીધે મેલી:“જીવનસ સ્વ! આપ પાતે પણ પહેરી જુએ, આપના સુંદર ગળામાં તે મારાથી પણ વધારે શેશભા આપશે.”
આટલું કહી દૃઢત્રતા પેાતાના પતિના ગળામાં તે માળા પહેરાવવા જાય છે, ત્યાં એકાએક કાઈ સ્વર્ગીય સુંદરી આકસ્મિક રીતે આવી અને તેણે દૃઢવ્રતાને હાથ પકડી લીધા. તે સુંદરી કર્માણ અને તેની નવી સ્ત્રી પ્રત્યે ખેલી કેઃ-પાપી જને ! આ સુશીલ અને સરલહૃદયા ધર્મિષ્ટ સ્રીપર તમે શા માટે જુલમ ગુજારે છે? એટલું પણ શું તમે જાણતાં ન હતાં કે તમેાએ મગાવેલ સપ' અને તે વડે કરીને તમેાએ દૃઢત્રતાને લેવા ધારેલા જીવ-એ વાત કેાઈથી છાની નથી ? તમે જાણતાં નથી કે તે દૃઢવ્રતાની પાસે એક અમૂલ્ય વસ્તુ છે કે જેનાથી તમે એને હેરાન કરી શકે જ નહિ; પરંતુ તમને જ સ્પામું દુઃખ ભેગવવું પડશે. હું અત્યારે તમારા પર દયા કરૂં છું તે તમારા પેાતાના માટે નહિ પણ દૃઢવ્રતા કે જે તદ્દન સરલ હૃદયની અને નિર્દોષ છે તેના હિતને ખાતર જ; કારણ કે જે ફૂલની માળા દૃઢત્રતાના હાથમાં છે તે મૂળ તે સર્પ જ છે પણ દૃઢવ્રતાની ધર્મશ્રદ્ધા અને તેની પાસેના અમૂલ્ય મન્ત્રયાગથી તે ફૂલની માળા પોતાના જ માટે થઈ છે, પણ જે તે ફૂલની માળા તમારા ગળામાં પડે તે તે જ વખતે તે માળા મટી જઇ સર્પ જ થાય, અને તેના દંશથી તમારૂં મૃત્યુ થાય, જેથી દૃઢત્રતાને શિરે વૈધવ્યનું દુઃખ આવી પડે. તે દુઃખ ન આવે તેટલા માટે જ મે તેને હાથ પકડી રાખેલેા છે. હવે જો તમે પોતે તમારૂં ભલું ચાહતા હેા તે તેના ઉપર ગુજારેલા જુલમેાની ક્ષમાપના માંગે। અને હવે પછી એવી પ્રતિજ્ઞા કરી કે કોઈ પણુ વખતે તેના અપરાધ, તેની અવગણના, અપમાન વગેરે કાંઈ પણ નહિ કરતાં ચેાગ્ય સન્માન આપીશું.” આટલું કહી દેવી ચક્રેશ્વરી પેાતાના સ્થાનકે ગયાં.
દેવીના ગયા પછી કણ અને તેની નવી સ્ત્રી બંનેએ દૃઢવ્રતાની ક્ષમાપના માંગવા માટે તેણીના પગમાં મસ્તક નમાવ્યું. દૃઢવ્રતા સતી હતી તેથી પતિને એકદમ ઉડાડી લઈ પોતે જ વિનય કરવા લાગી. આવું અદ્ભુત આશ્ચર્ય જોઇ