________________
ભકતામર સ્તોત્ર,
૩૭૦
આપીને, કલિકુંડ મન્ના—ાય તથા ભક્તામર સ્તોત્રનું સ્મરણ કરજે એમ કહ્યું. જિણહાક પણ પ્રભુને નમસ્કાર કરીને પોતાના ઘેર ગયે. ઘેર આવીને સ્નાન કરી પવિત્ર થઈ હમેશાં ત્રણે કાળ ભક્તામર સ્તોત્ર તથા કલિકુંડ મન્નાસ્નાયનું એકચિત્ત સ્મરણ કરવા લાગ્યો.
આ પ્રમાણે કરતે એક વખતે જિણહાક એક દિવસે કેઈ કાર્યપ્રસંગે બહારગામ ગયે; ત્યાં ત્રીજી રાત્રે સ્તોત્રના ૩૭ મા શ્લોકનું સ્મરણ કરતી વખતે ત્યાં અગાડી સૂર્ય સમાન જાજવલ્યમાન તેજવાળું વિમાન ઉત્પન્ન થયું, તેની અંદરથી શ્રી ચક્રેશ્વરી દેવીની એક પ્રતિહારી પ્રગટ થઈ અને બોલી કે –“હે ભદ્ર! શ્રી આદીશ્વર ભગવાનના સ્તોત્રના સ્મરણથી તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનું તું જે એકચિત્ત પૂજન, અર્ચન કરે છે, તેથી મારી સ્વામિની શ્રી ચકેશ્વરી તારા પ્રત્યે પ્રસન્ન થઈ છે અને તેથી તેણીએ તને આ રન મોકલાવ્યું છે, તે તારી ભુજાએ બાંધવાથી તે સર્વને વશ કરી શકીશ, આ પ્રમાણે કહીને રત્ન આપીને તે અદશ્ય થઈ ગઈ.
જિણહાક તે રત્ન પિતાના હાથે બાંધીને સવારમાં પિતાના ઘેર જવા નીકળ્યો, રસ્તામાં તેને ત્રણ ચાર મલ્યા, તે બોલ્યા કે –“હે વણિક! આ ચામડાને ગાડો. મૂકી દે, નહીતર તું માર્યો જઈશ.” | મારા જીવતાં મારો ધીને ગાડવો કેણ ગ્રહણ કરવાને સમર્થ છે, એમ કહીને ત્રણ બાણથી ત્રણ ચેરેને ચમધામ પહોંચાડ્યા, પાછળથી આવતા પથિકે તેનું આવું અદ્ભુત પરાક્રમ જોઈને તેઓ આશ્ચર્ય પામ્યા, તેને કરેલા ચેરના વધની પ્રશંસા ધવલકપુરથી પાટણ શહેરમાં ચૌલુક્યવંશીય મહારાજા ભીમદેવના સાંભળવામાં આવવાથી રાજાએ જિણહાકને બોલાવ્યો. તેનું ભવ્ય કપાળ, વિશાળ છાતી તથા ઢીંચણ સુધી પહોંચતા બંને હાથ અને તેજસ્વિતા વગેરે જઈને રાજા બેલ્યો કે –“હે! શ્રેષ્ઠિ ગુર્જરદેશમાં ફૂર તસ્કર વગેરેથી રક્ષણ કરવા માટે આ મારી તલવાર હું તને સોંપું છું.”
આ પ્રમાણે કહીને તેને શ્રી ભીમદેવ રાજાએ વસ્ત્ર, દુપટ્ટો, સોનાની મુદ્રિકા તથા તલવાર આપીને ધવલકપુરના સિન્યના સેનાધિપતિ તરીકે નિમણુક કરી, તે રાજાને નમન કરીને પિતાના શહેરમાં પાછા આવ્યા. અનુકમે તેણે ગુર્જરભૂમિમાંથી ચારીનું તથા ચેરનું નામ નિશાન કાઢી નાખ્યું-દૂર કર્યું.
એક વખતે કઈ ચારણે તેની પરિક્ષા કરવા માટે કાંઇક ચોરી કરી, જિણહાક ના માણસે ચોરી કરતાં તેને જે વખતે જિણહાક સેનાપતિ પૂજા કરતે હતો તે જ વખતે તે બાંધેલા ચોરને રજુ કર્યો અને પૂછ્યું કે –“હે દેવ! આ ચેરનું શું કરવું?”