________________
૩૫
મહામાભાવિક નવસ્મરણ.
સમશ્લાકી માનું રૂડું હરિહરાદિકને દીઠા !
- હૃદય આપ વિષે કરે છે; જેવા થકી જગતમાં પ્રભુને પ્રકાશ,
જન્માન્તરે ન હો મન કેઈ નાથ!–૨૧ શ્લેકાર્થ-હે નાથ! હરિહરાદિ દેવોને મેં દીઠા, તે સારું જ થયું, કારણ કે એમને દેખ્યા છતાં મારૂં ચિત્ત આપને વિષે જ સંતુષ્ટ થાય છે અને આ લોકમાં આપને દેખી લેવાથી વિશેષ લાભ એ થયો કે હવે કોઈ પણ જન્માંતરમાં કોઈ અન્ય દેવ મારા મનનું હરણ કરી શકશે નહિ.-૨૧
- વાર્તા ૧૩ મી બ્લોક ૨૧ શ્રી વાયડ નામના ગામની અંદર પરકાયપ્રવેશ વિદ્યાના જાણકાર શ્રી છવદેવસૂરિએ ભક્તામર સ્તોત્રના ૨૧ મા કલેકને આમ્નાય સહિત જાપ કરીને અપ્રતિચક્ર (ચકેશ્વરી) દેવી પાસેથી સર્વ દેવોને પ્રકટ કરવાની શક્તિ પ્રાપ્ત કરી હતી.
તેઓશ્રી વિહાર કરતા કરતા મનોહર ગર્જરભૂમિની અંદર આવેલા સોરઠ દેશમાં શ્રી દેવપત્તન (પ્રભાસપાટણ) નગરે પધાર્યા, ત્યાં શ્રી સોમનાથ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું હતું.
ગામમાં તપાસ કરતાં એક પણ જનમંદિર નહિ જોવાથી સૂરિજીએ ગામના એક વૃદ્ધ પુરુષને બેલાવીને હકીકત પૂછી તો માલુમ પડયું કે પહેલાં આ ગામમાં ઘણું જનની વસ્તી હતી, પરંતુ મુનિ મહારાજના વિહાર વિના અને ગામમાં બ્રાહ્મ
નું પ્રસિદ્ધ તીર્થસ્થળ હોવાને લીધે ઘણાખરા જને અન્યધમી થઈ ગયા છે; અને હાલ તે જન નામને પણ કોઈ જાણતું નથી.
આ પ્રમાણેની હકીકત સાંભળી આચાર્ય મહારાજને ઘણો જ ખેદ થયો અને કોઈ પણ ઉપાયે શિવ બની ગયેલા જેનોને પુનઃ જિન બનાવવા વિચાર થયે. તે માટે પ્રથમ જનસમૂહનું આકર્ષણ કરવા નિમિત્તે પોતે પિતાના શિષ્ય પરિવાર સહિત સોમનાથ મહાદેવના મંદિરમાં ગયા. ત્યાં ગયા પછી થોડીવારમાં લોકોમાં ખબર થઈ કે કોઈ જૈન સાધુ મહાદેવના મંદિરમાં મહાદેવને નમસ્કાર કરવા જાય છે. તેથી લોકો ટેળે ટોળાં મળી ભેગાં થયાં.
૧. માં આચાર્યનું નામ “દેવસૂરિ' છે, માં નામ “જીવનદી” છે, જ્યારે માં નામ ક્ષમાશીલ” આપેલું છે.
૨. # માં ગામનું નામ “સુંદરપુર” છે, જ્યારે ૩ અને ૪ માં ગામનું નામ “દેવપુર' આપેલું છે.