________________
ભક્તામર સ્તોત્ર.
૩૫૫
આચાર્ય મહારાજે રાજા, પુરોહિત તથા સભા સમક્ષ કહ્યું કે “મહારાજ ! સાંભળો આવતી કાલે તમારી પટ્ટરાણીને ત્રણ નેત્રવાળો એક પુત્ર અવતરશે અને તે પછી બારમા દિવસે એટલે આજથી તેરમા દિવસે આપના મુખ્ય હસ્તીનું મરણ થશે. અને તે ત્રણ નેત્રવાળો પુત્ર ઘણું જ બળવાન અને સમૃદ્ધિવાન થશે.”
આ સાંભળી જેઓના ગળામાં જઈ રહેલી છે એવા બ્રાહ્મણે ગુરૂમહારાજના આ વચનેની હાંસી કરવા લાગ્યા, જેઓને રાજાએ નિષેધ કર્યો. ગુરૂના કહેવા પ્રમાણે જ રાજાની પટરાણીએ બીજે દિવસે ત્રણ નેત્રવાળા પુત્રને જન્મ આપ્યો અને પુત્રના જન્મથી બરાબર બારમા દિવસે રાજાના પટ્ટહસ્તીનું મરણ થયું; એ રીતે ગુરૂમહારાજના કહેલા વચનો સત્ય થયાં.
તેરમા દિવસે મહીપતિ રાજાએ ગુરૂમહારાજને બેલાવીને રાજ્ય સિહાસન ઉપર બેસાડ્યા અને તેઓની સ્તુતિ કરવા માંડી, ગુરૂમહારાજનું આવું ચમત્કારીક જ્ઞાન જોઈને હેવી બ્રાહ્મણના મુખ કાળાં પડી ગયાં અને જમીન તરફ નીચું મુખ રાખીને જોવા લાગ્યા એટલે કે તેઓ ઝંખવાણું પડી ગયાં અને ગુરૂને નમસ્કાર કરવા લાગ્યા. પ્રસન્નમુખે ગુરૂમહારાજ આશીર્વાદ આપતાં બોલ્યા કે –
'आधारो यस्त्रिलोक्या जलधिजलधरार्केन्दवो यन्नियोज्या भुज्यन्ते यत्प्रसादादसुरसुरनराधीश्वरैः सम्पदस्ताः। आदेश्या यस्य चिन्तोमणिसुरसुरभीकल्पवृक्षादयस्ते,
श्रीमान् जैनेन्द्रधर्मः किसलयतु स वः शाश्वती शर्मलक्ष्मीम् ॥१॥ અર્થાતઃ–જે ત્રણે લેકને આધાર છે, જેનાથી સમુદ્ર, મેઘ, સૂર્ય અને ચંદ્ર નિયમ મુજબ ચાલે છે, જેની કૃપાથી અસુર સુર મનુષ્ય અને રાજાઓ વડે તે તે સંપદાઓ ભેગવાય છે, જેના આદેશ પ્રમાણે ચિંતામણિ રત્ન કામધેનુ અને કલ્પવૃક્ષાદિ વર્તે છે, તે શ્રીમાન જિનેન્દ્ર કથિત ધર્મ તમને શાશ્વતી મોક્ષલક્ષ્મી આપે.
હમેશાં સુખને આપનાર જનધર્મના મહિમાનું શ્રવણ કરી રાજાએ શ્રાવકધર્મને સ્વીકાર કર્યો, બીજાઓએ પણ જનધર્મને સ્વીકાર કર્યો. અહીંયાંથી શરૂ કરીને છ કલાક સુધીના મન્ને સૂરિમન્નથી જાણી લેવા. मन्ये वरं हरिहरादय एव दृष्टा
दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति । किं वीक्षितेन भवता भुवि येन नान्यः
कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥२१॥