________________
૩૪૪
મહામાભાવિક નવમરણ. એક વખતે રાજકુમાર પિતાના મિત્રો સાથે વનમાં કીડા કરવાને માટે નીકળ્યા હતો. તે વખતે પાસેના ઉદ્યાનમાં રહેલા ધર્મદેવાચાર્ય તેની નજરે પડ્યા. રાજકુમાર ગુરૂ મહારાજની નજરે પડ્યો એટલે તેને શિકાર ખેલતો દેખીને ગુરૂ મહારાજ તેની નજીક આવ્યા અને બોલ્યા કે –“હે રાજકુમાર !
ब्रह्महत्या सुरापान, स्तेयं गुर्वङ्गनागमः ।
महान्ति पातकान्योहु-रेभिश्च सह सङ्गमः ॥१॥ यदि सत्सङ्गनिरतो, भविष्यसि भविष्यसि । । तदा सज्जनगोष्ठीषु, पतिष्यसि पतिष्यसि ॥२॥ यः प्राप्य दुष्प्रापमिदं नरत्वं
धर्म न यत्नेन करोति मूढः । क्लेशप्रबन्धेन स लब्धमब्धौ
चिन्तामणिं पातयति प्रमादात् ॥३॥ અર્થાતઃ–બ્રહ્મહત્યા, મદિરાનું પાન, ચોરી કરવી. વિદ્યાગુરૂની સ્ત્રી સાથે કીડા કરવી, વગેરે મોટાં પાપ છે, એવું જ્ઞાનીઓ કહે છે-૧.
જે તું સુખને ઈચ્છતો હોય તો તારે સારાની સેબતમાં રહેવું જ જોઈએ અને સજજનની સાથે વાર્તાલાપ કરવો જ જોઈએ-૨.
જે મૂર્ખ મનુષ્ય, દુષ્માપ્ય એવો મનુષ્ય ભવ પામીને ધર્મ કરતો નથી, તે ઘણી મુશ્કેલીથી સમુદ્રમાંથી મેળવેલા એવા ચિંતામણી રત્નને પ્રમાદથી ગુમાવી દે છે. અર્થાત્ મનુષ્ય ભવ હારી જાય છે-૩.
રાજકુમારે જવાબ આપ્યો કે –“હે મુનિ ! ધર્મની સાધના કરનાર આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી તો પછી ધર્મ કરવાનું શું પ્રયોજન, જેમ મુશળધાર વર્ષદને જ અભાવ હોય તો પછી નદીમાં પૂર હોતું નથી, તેમ પંચમહાભૂતના બનેલા આ શરીરમાં આત્માને સંભવ જ શી રીતે હોઈ શકે. અને આત્મા જ ન હોય તે પછી નરક શી રીતે હોઈ શકે, કારણ કે ગામ જ ન હોય તે પછી હદ શી રીતે હોય, ન જ હોય. તેવી રીતે આત્મા જ નથી તે પછી પુણ્ય-પાપ, નરકસ્વર્ગ વગેરે છે જ નહિ. તમારા જેવા માણસોએ અજ્ઞાન લોકોને છેતરવા માટે આ બધા ઢગ જ માત્ર છે.”
ગુરૂમહારાજ રાજકુમારનો જવાબ સાંભળી વિચારવા લાગ્યા કે આ મનુષ્ય દુર્લભધિ હોય એમ લાગે છે. એક વખતે રાજકુમાર ફરીથી ગુરૂમહારાજ પાસે આવ્યો, તે વખતે રાજકુમારને પ્રતિબોધ કરવા માટે ભક્તામર સ્તોત્રના ૧૬-૧૭