________________
ભક્તામર સ્તાવ.
नास्तं कदाचिदुपयासि न राहुगम्यः स्पष्टीकरोषि सहसा युगपञ्जगन्ति ।
नाम्भोधरोदरनिरुद्धमहाप्रभावः
सूर्यातिशायि महिमाऽसि मुनीन्द्र ! लोके ॥ १७॥ સમèાકી
ઘેરી શકે કદી ન રાહુ ન અસ્ત થાય ! સાથે પ્રકાશ ત્રણ લાક વિષે કરાય !
તું હે મુનીંદ્ર ! નહિ મેધ વડે છવાય ! લોકે પ્રભાવ રવિથી અદકા ગણાય !—૧૭
શ્લોકા
જય
હું મુનીંદ્ર ! આ જગતમાં તમારે મહિમા સૂર્યથી પણ અધિક છે, કારણકે સૂર્ય તે માત્ર દિવસે જ ઉદય પામે છે અને રાત્રિએ અસ્ત પામે છે, જ્યારે તમે તે રાત્રિ દિવસ સર્વદ્યા કેવળજ્ઞાનને લીધે ઉદય પામેલા જ છે. સૂર્યને રાહુ ગ્રહણ કરે છે, અને તમે તે રાહુ રૂપ જે દુષ્કૃત તેનાથી ગ્રહણ થતા નથી. સૂર્ય પરિમિત ક્ષેત્રને અનુક્રમે જ પ્રગટ કરે છે. અને તમે તે તત્કાળ એકી વખતે જ આખા ત્રણ જગતને જ્ઞાનાલેાકવડે પ્રગટ કરે છે. સૂર્યના પ્રભાવ મેઘથી રૂંધાય છે, પણ તમારા પ્રભાવ જ્ઞાનાવરણરૂપ મેઘથી રૂંધાતા નથી. તેથી તમેાને સૂર્યની ઉપમા આપવી એ પણ ચેાગ્ય નથી.—૧૭
વાર્તા. ૯મી શ્ર્લોક ૧૬–૧૭
ભરતક્ષેત્રમાં આવેલા સગરપુર નામના શહેરમાં સગર નામના જૈનરાજા રાજ્ય કરતા હતા. રાજા જૈનધમ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાવાળા સદ્ગુણી અને ન્યાયી હતા. તેના ગુરૂનું નામ ધર્મ દેવાચાર્ય હતું. એક વખતે રાજાને ત્યાં પુત્રના જન્મ થયા, તેનું નામ કેલિપ્રિય* પાડવામાં આવ્યું. અનુક્રમે કેલિપ્રિય રાજકુમાર ચૌવનાવસ્થાને પામ્યા.
સંગરરાજા જેટલા શ્રદ્ધાળુ અને નીતિમાન હતા, તેટલેા જ કેલિપ્રિય નાસ્તિક અને ક્રૂર હતા. પાપ-પુન્યનું ફળ, સ્વર્ગ-નરકની હયાતી, વગેરે તે કાંઈ પણ માનતા ન હતા. રાજાએ તેને સમજાવવા માટે અને ધર્મના સંસ્કારે પાડવા માટે બહુ બહુ પ્રયત્ન કરવા માંડચા, પરંતુ તે સર્વે નિષ્ફળ ગયા.
૧ માં શહેરનું નામ ‘સાગરપુર’, રૂ માં ‘સગરપુર’ અને ૫ માં ‘સુંદરપુર’ છે. ૨. તથા લ માં રાજાનું નામ ‘સગર’ છે, જ્યારે 7 માં ‘હિંમતસિંહ' છે. ૩૬માં ગુરૂનું નામ નથી, જ્યારે જ્ઞ અને 7 માં મુનિનું નામ ‘ગુણભૂષણ' છે. ૪ ૩ માં રાજકુમારનું નામ ‘દેવીસિંહ' છે.