________________
૩
બળની ખામી છે. હરકોઈ મંત્રની સાધના કરતાં પહેલાં સાધકે પોતાનામાં માનસિક અને શારીરિક બળ કેટલું છે તે જરૂર તપાસવું જોઈએ; જે તેવા બળની યોગ્યતા પોતાનામાં જણાય તે કોઈપણ જાતની શંકા રાખ્યા વિના આરાધનાની શરૂઆત કરી દેવી, અને જો ખામી માલુમ પડે તે રાત દિવસ અભ્યાસ કરી શારીરિક તથા માનસિક શક્તિ સંપાદન કરી પછી આરાધના શરૂ કરવી જોઈએ. અભ્યાસ કરવા છતાં પણ જે પોતે તેટલી યોગ્યતા પ્રાપ્ત કરી શકે નહિ તો આરાધનાનું કામ છોડી દેવું જોઈએ. વળી ઇદ્રિય અને કષાયને જય, મિતાહારીપણું, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, મૌન, દયા, દાક્ષિણ્યતા અને પરોપકારીત્વતા વગેરે ગુણે કેળવવાની ખાસ જરૂર છે, સાધકના લક્ષણેની પુરેપુરી માહિતી મેળવવા માટે “ભૈરવપદ્યાવતી કલ્પને “સાધકલક્ષણ” નામનો પહેલો અધિકાર જોઈ જવા વાંચક વર્ગને મારી ભલામણ છે. ગુરુગમની જરૂર–
ચારિત્ર શુદ્ધયાદિ ગુણ મેળવ્યા સિવાય ગુરુની પ્રસન્નતા થાય નહી અને તે સિવાય સદ્દવિદ્યાની પ્રાપ્તિ થવી એ આકાશ-કુસુમવત છે. હરકોઈ વિદ્યામાં ગુરુની ખાસ જરૂર હોય છે, તે સિવાય યથાર્થ રીતે સમજણ પડી શકે નહી. હરહંમેશના વ્યાવહારિક કાર્યોમાં પણ વડીલેની જરૂર પડે છે, તો પછી મંત્ર સાધનાદિ જેવા ગહનકાર્યમાં ગુરૂગમ સિવાય નાસીપાસ થવાય તે તેમાં નવાઈ જેવું પણ શું છે? સાધ્યાદિ ભેદ જાણવાની રીત
દેવાદિકની પ્રતિષ્ઠામાં તેમજ લગ્નાદિ પ્રસંગે વર્ગમૂળ, રાશિમેળ, તારામંત્રી વગેરે જોવામાં આવે છે તેવી રીતે મંત્રાદિકમાં પણ સાધ્યાદિ ભેદો તપાસવાની ખાસ આવશ્યકતા છે. સાધ્ય અને સાધકનો મેળ ન ખાય તેમાં મંત્રાદિક આરાધન કરતાં, કરાવતાં અનેક વિધ્ર ઉપસ્થિત થાય છે અને અંતે તેનું પરિણામ અનિષ્ટ આવે છે.
સાધ્યાદિ ભેદે તપાસવાની અનેક રીતે જોવામાં આવે છે. તેમાંની (૧) ભદ્રગુપ્તાચાર્યવિરચિત શ્રી અનુભવસિદ્ધ મંત્રદ્ધાત્રિશિકા પ્રમાણે. (ર) શ્રીમલિષેણસૂરિ વિરચિત “ભૈરવપદ્માવતીક૯૫’ના અનુસાર, (૩) સિદ્ધનાગાર્જુનત કક્ષyટકના મત પ્રમાણે, (૪) મંત્રપદ્ધતિના મતે તથા (૫) એક છુટક પાના ઉપરથી એમ પાંચ રીતે મારી ગ્રન્થાવલિ તરફથી પ્રસિદ્ધ થએલ ‘મંત્રાધિરાજ ચિંતામણિ” નામના પુસ્તકના પ્રાસંગિક નિવેદનના પાના ૯ થી ૧૩ છપાવવામાં આવેલી હોવાથી અત્રે તે રીતે છાપવામાં આવી નથી. સલીકરણ–
१ ॐ नमो अरिहंताणं हां शीर्ष रक्ष रक्ष स्वाहा । २ ॐ नमो सिद्धाणे ह्रीं वदनं रक्ष रक्ष स्वाहा। ३ ॐ नमो आयरियाणं हं हृदयं रक्ष रक्ष स्वाहा। ४ ॐ नमो उवज्झायाणं ह्रौं नाभिं रक्ष रक्ष स्वाहा । ५ ॐ नमो लोए सव्वसाहूणं हः पादौ रक्ष रक्ष स्वाहा ।