________________
મહામાભાવિક નવસ્મરણ.
સંભળાવ્યો; અને દેવી અદશ્ય થઈ ગયાં. આ વૃતાંત નજરે જોઈને રાજા તથા સભાજને જૈનધર્મ તથા ભકતામર સ્તોત્ર તરફ પૂજ્ય ભાવ ધારણ કરવા લાગ્યાં.
ગુ. સૂ. 9. મંત્રાસ્નાયઃ—
ॐ ह्रीं चउद्दसपुवीणं ॐ ह्रीं पयाणुसारीणं ॐ ह्रीं एगारसंगधारीणं ॐ ह्रीं હનુમi 8 શ્રી વિરુદ્ધમM નમક સ્વાદ . આ સરસ્વતી વિદ્યા છે.
વિધિ-સવારમાં ઉઠીને, સ્નાન કરીને, સફેદ રેશમી ધાએલું-સ્વચ્છ વસ્ત્ર પહેરીને પવિત્ર અગે સ્ફટિકની માલાથી દરરોજ ૧૦૮ જાપ કરવાથી સરસ્વતી પ્રસન્ન થાય છે અને વિદ્યા ચઢે છે.
वक्त्रं क्व ते सुरनरोरगनेत्रहारि
निःशेषनिर्जितजगत्रितयोपमानम् । बिम्बं कलङ्कमलिन क्व निशाकरस्य यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥१३॥
સમશ્લોકી લોકય સર્વ ઉપમાનજ જીતનાર, ને નેત્ર દેવ નર ઉરગ હારી તાસં;
ક્યાં મુખ? કયાં વળી કલંકિત ચંદ્ર બિંબ ?
જે દિવસે પીળચટું પડી જાય ખુબ!– ૧૩ લોકાથ-હે સુંદર મુખવાળા પ્રભુ! દેવ, મનુષ્ય અને ભવનપતિ (દેવ) નાં નેત્રને હરણ કરનારૂં મનહર અને ત્રણ જગમાંની સઘળી (કમળ, દર્પણ, ચંદ્ર વગેરે) ઉપમાઓને જીતનારૂં તમારૂં મુખ કયાં? અને કલંકથી મલિન થએલું તથા દિવસે ખાખરાનાં પાંદડાં જેવું ફીકકું પડી જતું ચન્દ્રનું બિંબ ક્યાં? અર્થાત્ તમારા મુખને ચંદ્રની ઉપમા આપીએ તો પણ તે વાસ્તવિક નથી, કારણકે બંનેની સરખામણી બિલકુલ થઈ શકે તેમ નથી. ગુ. સૂ. 9. મંત્રાસ્નાય:___ॐ ह्रीं पूर्व आमोसहिलद्धीण विप्पोसहिलद्धीण खेलोसहिलद्धीणं जल्लोसहिलद्धीणं રોટિ નમ: સ્વદા / ગાપહારિણી વિતા અથવા ૩૪ શ્રીં શ્રીં રૂાં પરિળ વિવા.
વિધિ-આ મંત્રથી સર્વ રોગ જાય સવારે, મધ્યાન્હ અને સાંજે (ત્રિકાળ) [૧૦૮ વખત ] સ્મરણ કરવાથી સર્વ રોગ મટે.