________________
અજિતશાંતિ સ્તવન.
૨૩૫
વાર્તા ૬ ઠી શ્લોક ૧૨ ભરતક્ષેત્રમાં આવેલા અંગદેશની રાજધાની ચંપા નામની નગરીમાં કર્ણ નામને દયાળુ, નીતિજ્ઞ અને પ્રજા પાળક રાજા હતો. તે રાજાને બુદ્ધિશાળી અને જૈનધર્મ પ્રત્યે દઢશ્રદ્ધાવાળા સુબિદ્રિ નામનો પ્રધાન હતો.
એક વખતે રાજસભામાં કઈ બહુરૂપી જાદુગર આવ્યો. તે જાદુગરે જાદુઈ વિદ્યાથી હાથમાં શંખ, ચક્ર, ગદા, અને સારંગ ધારણ કરેલાં શ્યામ વર્ણવાળા લક્ષ્મીની સાથે વિષ્ણુનું રૂપ બનાવ્યું, વળી સફેદ વર્ણ વાળા, જટામાં ચંદ્ર અને ગંગાને ધારણ કરનારા, આખા શરીરે સર્પોના આભુષણવાળા, આખા શરીરે જેઓએ ભસ્મનું લેપન કર્યું છે તેવા શિવનું રૂપ બનાવ્યું, ત્યારપછી રાજહંસ પર બેઠેલા ચાર મુખથી કૃતિઓના ઉચ્ચાર હરતા બ્રહ્માનું સ્વરૂપ બનાવ્યું. બીજા પણ સ્કન્દ-બુ–ગણપતિ વગેરે દેવના રુપ બનાવ્યાં, જે જોઈને આખી સભા આશ્ચર્યમુગ્ધ થઈ ગઈ
આ પ્રમાણે દેવ દેવીઓના કૃત્રિમ વેષ કાઢી તેમની મશ્કરી કરતો જોઈને સુબુદ્ધિએ તેને કહ્યું કે “તું બીજા ગમે તેના વેશ કાઢે તે સારું, પરંતુ પૂજ્ય દેવ દેવીઓના વેશ કાઢવા અને તેમની મશ્કરી કરવી તે વ્યાજબી નથી.”
પરંતુ જાદુગર બીજાને ખુશ કરવા જ આવેલો હોવાથી, મંત્રીનું કહેવું નહિ ગણકારતાં, બીજાઓની શીખવણીથી છેવટે તીર્થંકરનું, રૂપ બનાવવા પણ તૈયાર થયે.
સુબુદ્ધિ મંત્રી આ સહન કરી શક્યો નહિ અને તેને બીજો ઉપાય નહિ જડવાથી છેવટે ભક્તામરના ૧૨મા લેકનું શુદ્ધ અધ્યવસાયથી સ્મરણ કરવા માંડયું. સ્મરણના પ્રભાવથી તરત જ ચકેશ્વરી દેવી પ્રગટ થયાં અને તીર્થકરનું રૂપ બનાવનાર જાદુગરને ભરસભામાં એક તમાચે લગાવ્યું. તમા પડતાની સાથે જ તેની બધી કલાઓ નાશ પામી ગઈ અને સાથે સાથે તેનું એ હું વાંકું થઈ ગયું અને તે ઘણે પ્રયત્ન કરતાં છતાં પણ સીધું ન થયું, ત્યારે આખી સભા તેના સામું જોઈ હસવા લાગી અને જાદુગર ગભરાઈ ગયો.
દેવી બોલ્યાં કે –“અરે મૂખશેખર ! દુષ્ટબુદ્ધિવાળા ! નિરંજન, નિરાકાર અને વચનથી પણ અગોચર એવા સ્વપરૂવાળા ! સર્વોત્કૃષ્ટ તીર્થકર ભગવાનનું રૂપ બનાવી તું જીવિતની આશા કેવી રીતે રાખે છે ? જે તે જીવવાને ઈચ્છતો હો તો સુબુદ્ધિ મંત્રીની ક્ષમા માગ અને તે કહે એટલે હું તને આ દુ:ખમાંથી મુક્ત કરું.”
આ પ્રમાણે દેવીનાં વચન સાંભળી તે જાદુગરે સુબુદ્ધિ મંત્રીની ક્ષમા માંગી, પ્રધાને પણ દેવીને પ્રાર્થના કરવાથી તેનું વાંકું રહેલું મોટું દેવીએ સીધું કરી દીધું, અને રાજાને તથા સભાજનેને જૈન ધર્મને તથા ભક્તામરતેત્રનો પ્રભાવ કહી