________________
મહામાભાવિક નવસ્મરણ.
થઈ અને પેલા ઠગ લોકોને પિતાનો પ્રભાવ બતાવી નસાડી મક્યા તથા કેશવને વિપત્તિથી છોડાવ્યો.
આ વિપત્તિથી મુક્ત થઈને કેશવે આગળ પ્રયાણ કરવા માંડ્યું, પરંતુ તે રસ્તો ભૂલ્યો અને વધારે વિષમ જંગલમાં જઈ ચડ્યો. ચાલતાં ચાલતાં મધ્યાન્ડને સમય થયો અને સૂર્યને સખત તાપ પડવા લાગ્યો. તાપથી કેશવને ઘણી જ તૃષા લાગી. તેના કંઠ અને શ્વાસ રૂંધાવા લાગ્યા, ચાલવાની બધી શક્તિ નષ્ટ થઈ ગઈ અને કયાંય પણ પાણીને પત્તો લાગ્યો નહિ, તેથી કંટાળીને એક વૃક્ષની છાયા નીચે તે બેઠે.
આ વખતે પિતાનું મરણ નજીક જાણી કેશવને વિચાર થઈ આવ્યો કે હવે હું થોડા જ સમયમાં મરણ પામીશ તો પછી હાય ય કરતાં મરવું એના કરતાં પ્રભુના નામનું સ્મરણ કરતાં મરવું એ જ વધારે ઉત્તમ છે, આ પ્રમાણે નક્કી કરી શુદ્ધ અધ્યવસાયથી ભકતામર સ્તોત્રને એકજ ચિત્તે પાઠ કરવા લાગ્યો અને પ્રભુના ધ્યાનમાંને ધ્યાનમાં તે એ તો એકાકાર થઈ ગયું કે પોતાની જાત સુદ્ધાને પણ તે ભૂલી ગયો. પ્રભુસ્મરણના અલૌકિક પ્રભાવથી ચકેશ્વરી દેવી તુરત પ્રગટ થઈ અને કેશવને મીઠું અને સ્વચ્છ જળ પીવા માટે આપ્યું, તેને ત્યાંથી ઉપાડીને તેના પિતાના વતન વસંતપુરનગરની નજીકમાં મૂકીને દેવી સ્વસ્થાનકે ચાલી ગઈ. કહ્યું પણ છે કે –
“ને જે ગ્રામ, મા તમત્ત વા.
सुप्तं प्रमत्त विषमस्थितं वा, रक्षन्ति पुण्यानि पुराकृतानि ॥१॥ અર્થાતઃ–વનમાં, યુદ્ધમાં, શત્રુઓની મધ્યમાં, પાણી તથા અગ્નિના ભયમાં, અરણ્યમાં, પર્વતના શિખર પર, સુતેલા સમયે, પ્રમાદાવસ્થામાં તથા ગમે તેવી વિષમસ્થિતિમાં પણ પૂર્વે કરેલું પુણ્ય જ રક્ષણ કરે છે.
કેશવ પિતાના ઘેર આવ્યા અને ચકેશ્વરીએ આપેલાં રત્ન વટાવી એક ઉન્નત અને વિશાળ જિનમંદિર બંધાવી પિતાની લક્ષમીને સદ્વ્યય કર્યો. હમેશાં દુઃખીજેને પ્રત્યે દયા-અનુકંપા દર્શાવતે, ચતુર્વિધ સંઘની ભક્તિ કરતો તે સુખે કરીને પિતાને સમય નિર્ગમન કરવા લાગ્યો. ગુ. સૂ, 9. મંત્રાસ્નાય – ॐ ह्रीं क्लीं श्रीचक्रेश्वरी मम रक्षां कुरु कुरु स्वाहा ॥
સર્વરક્ષાકરી ભગવતી [ વિદ્યા] ૧. દે, લા. માં ” પાઠ છે, પરંતુ અહીંમાં કરી પાઠ જ વાસ્તવિક લાગે છે.