________________
અજિતશાંતિ સ્તવન.
वंशशब्द तन्त्रीतालमिलिते त्रिपुष्कराभिरामशब्द मिश्र के कृते च, देवनर्तकीभिः हावभावविभ्रमप्रकारकैः नर्तित्वाऽङ्गहारकैः । वन्दितौ च यस्य तौ सुविक्रमौ क्रमौ तर्क त्रिलोकसर्वसत्त्व शान्तिकारकं प्रशान्तसर्वपापदोषमेषोऽहं नमामि शान्तिमुत्तमं जिनम् ॥ ]
ભાવાર્થ:—જે પ્રભુ પ્રથમ ઋષિએ અને દેવાથી સ્તુતિ તથા વંદન કરાએલા છે, અને ત્યાર પછી દેવાંગનાએએ આદરથી નમસ્કાર કરાએલા છે, જેની શક્તિ આખા જગને મુક્તિ પમાડે તેવી છે અને જેએનું શાસન સર્વોત્તમ છે, તથા જેઆના પરાક્રમવાળા બે ચરણાને ભક્તિના વશથી આવીને એકત્ર થએલી નૃત્ય કરનાર તથા વાદ્ય વગાડનાર એવા શ્રેષ્ઠ દેવે તથા નૃત્યમાં કુશળ એવી અપ્સરાએથી યુક્ત થએલી અને દેવેાની સાથે રતિક્રીડા કરવામાં કુશળ એવી દેવની નર્તકીઓએ હાવ ભાવ અને વિભ્રમના પ્રકારવાળા અંગના વિક્ષેપે કરીને નૃત્ય કરવા પૂર્વક વંદના કરી છે, કે જે નૃત્ય વખતે વાંસળીનેા શબ્દ, વીણાના સ્વર અને પટહાદ્વિકના તાળ મેળવવામાં આવ્યેા હતેા, ત્રિપુષ્કર ( એક મુખવાળા અને બે મુખવાળા વાજિંત્રો મળીને ત્રણ મુખવાળા) વાજિંત્રને મનહર શબ્દ મિશ્ર કરવામાં આવ્યા હતા, હરેક પ્રકારના શબ્દ સાંભળી શકાય તેમ સના કાન સાવધાન થયા હતા, ષડ્જ સ્વર વડે શુદ્ધ ગીત ગાતાં પગમાં આંધેલી ઘુઘરીઓના શબ્દથ નૃત્યાદિકની સંભાવના કરવામાં આવતી હતી. તથા જે નૃત્ય કંકણ, કટિમેખલા (કંદોરા), કલાપ અને નૂપુર (ઝાંઝર) ના મનોહર શબ્દથી મિશ્ર હતું. તે ત્રÇ જગતના સર્વ પ્રાણીઓને શાંતિ કરનાર અને પાપ, દ્વેષ વગેરેથી મુક્ત થએલા ઉત્તમ એવા શ્રીશાંતિનાથ જિનેશ્વરને હું નમસ્કાર કરું છું.-૩૦-૩૧
૩માં
આ શ્લેાકેાના ભાવ પરથી તૈયાર કરેલી પ્રતિકૃતિ માટે જુએ ચિત્ર. નં. ૧૭૦, ચિત્રકારે ચિત્રમાં દેરીની અંદર અગાઉના ચિત્રની માફક ભૂલથી શાંતિનાથી જગ્યાએ અજિતનાથની સ્મૃતિ આંગી સહિત રજુ કરેલી છે. કારણ કે પ્રભુની પલાંઢીની નીચેના ભાગમાં હરણના બદલે હાથીનું લઇન ચીતરેલું છે. પ્રભુની જમણી
तेरस चगणा नगणो, नव या नगणो य तीस चा गुरुगो ।
चगण द्वारस एवं अवरं नारायछंदयं जाण ॥१॥
( त्रयोदश चगणा नगणो नव चा नगणश्च त्रिंशच्चा गुरुकः । अष्टादश चा एवमपरं नाराचच्छन्दो जानीहि ॥ )
અર્થાતઃ-તેર ચગણ, નગણ, નવ ચગણુ, નગણુ, ત્રીશ યગણુ, ગુરુ, તથા અઢાર ચગણુ આવે તે બીજે નારાચ છંદ જાવા.