SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ અજિતશાંતિ સ્તવન. ભાવાર્થ –વિનયથી નમેલા મરતક પર અંજલિ કરીને મુનિઓના સમૂહે જે પ્રભુની સ્તુતિ કરી છે, જેઓ કદાપિ ચલાયમાન થતા નથી, દેવેંદ્રોએ, કુબેર વગેરે દિપાળો અને ચક્રવર્તઓએ જેઓની સ્તુતિ કરી છે, કાયાવડે જેઓને નમસ્કાર કર્યા છે અને પુપાદિક વડે જેઓની પૂજા કરી છે, જેઓ તપ વડે તત્કાળ ઉદય પામેલા શરદઋતુના સૂર્યથી પણ અવિક કાંતિવાળા છે, આકાશને વિષે વિચરવાના કમથી એકઠા થયેલા ચારણ મુનિઓએ મસ્તક નમાવી જેઓને વંદન કર્યું છે, અસુરકુમાર અને સુવર્ણકુમારોએ જેઓને સમગ્ર રીતે વંદના કરી છે, કિન્નર અને નાગકુમારે એ જે એને નમઠાર કર્યા છે, સેંકડો કરોડ દેવો જેઓની સ્તુતિ કરે છે, શમણ સંઘ-સાધુઓને સમુદાય જેએને નિરંતર વંદન કરે છે, જેઓ ભયરહિત, પાપરહિત, આસક્તિ રહિત અને રોગ રહિત છે, તથા જેઓ બાહ્ય અભ્યતર શત્રુથી કદાપિ જીતાયા નથી, તેવા શ્રી અજિતનાથ સ્વામીને હું આદરપૂર્વક પ્રણામ કરું છું. ૧–૨૦-૨૧. आगया वरविमाणदिव्यकणग रहतुरयपहकरसएहि हुलि। ससंभमोअरणवखुभियलुलियचल__ कुंडलंगयतिरीडसोहंतमलिमाला ॥२२॥ ( वेड्डओ) जं सुरसंघा सासुरसंघा वेरविउत्ता भत्तिसुजुत्ता, ___ आयरभूसिअसंभमपिंडिअसुट्ठसुविम्हिअसव्वबलोपा। उत्तमकंचणरयणपरूवियभासुरभृसगभासुरिअंगा, गायसमोणयभत्तिवसागयपंजलिपेसियसीसपणामा ॥२३॥ (रयणमाला) અર્થાત–-બે લઘુ ને એક ગુરૂ, બે લઘુ ને એક ગુરૂ એમ દરેક પાદમાં હોય તે વિદિતિ છંદ જાણું. * આ વેષ્ટક નામને છંદ પ્રથમના વેષ્ટક કરતાં જુદે છે. તેનું લક્ષણ આ પ્રમાણે तदुटचउतटो ततिगं, लघुगुरुपटदुन्निदुगुरुगा वेढो। (तद्विकटचतुष्कतटाः तत्रिकं लघुगुरुः पटदिकं गुरुद्वयं वेष्टकः ।) અથૉત –ત ગણ બે, 2 ગણું ચાર, ત ગણું, 2 ગણુ. (અહીં બીજે ટ ગણ આવો જોઈએ. તેમ આવે તે જ માત્રાઓ મળતી આવે છે. તેથી “aધ ટ =” એ સમાસ કર.) ત ગણ ત્રણ, લધુ. ગુર, ૫ ગણુ, ૮ ગણુ છે અને ગુરૂ બે હોય તે વેષ્ટક છંદ જાણો . ૦ આ યણમાલા છંદ છે, તેનું લક્ષણ આ પ્રમાણે –
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy