________________
તિજ્યપહર સ્તોત્રાસ્નાય.
૨૧૯ આ મનુષ્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થકરે અને જઘન્યથી ૨૦ અથવા માતાન્તરે ૧૦ તીર્થકરો હોય છે તેમનું ધ્યાન કરવું જોઈએ. તેમાં ૩૪ પહેલા જંબુદ્વીપમાં અને ત્યાર પછીના ધાતકીખંડ અને અર્ધ પુષ્કરવર દ્વીપમાં બમણું બમણું તીર્થકરે હોય છે. ૨
પચીશ, એંસી, પંદર અને પચાસ એ પ્રમાણે તીર્થને સમુદાય ભક્તિવંત ભવ્ય જીવોના સમગ્ર પાપને નાશ કરો. ૩
વીશ, પીસ્તાલીશ, કીશ અને પંચોતેર એટલા તીર્થકર ગ્રહ, ભૂત, રાક્ષસ અને શાકિનીના ઘર ઉપસર્ગને વિનાશ કરો. ૪
સીત્તેર, પાંત્રીશ, સાડ અને પાંચ એટલા જિનેશ્વરે વ્યાધિ, જળ અથવા જવર, અગ્નિ, સિંહ, હાથી, ચોર અને શત્રુ સંબંધી મહાભયને દૂર કરો. ૫.
પંચાવન, દશા, પાંસઠ અને ચાલીશ એટલા સિદ્ધ થએલા તીર્થકરો કે જેઓ દેવે અને અસુરોથી નમસ્કાર કરાએલા છે તેઓ મારા શરીરનું રક્ષણ કરો. ૬
ૐ હ્રદ અને રરરપુર તથા વળી ફરીથી દુદું અને રાહુલઃ એ પ્રમાણે મંત્રના બીજાક્ષર સહિત મધ્યમાં સાધકનું નામ લખવું એ રીતે નિરો કરીને સર્વતેભદ્ર (નામ) યંત્ર થાય છે. ૭
તે યંત્રમાં ૩ૐ (પ્રણવબીજ), હા (માયાબીજ) અને શ્રી લક્ષ્મીબીજ), એ ત્રણ મંત્રબોજ પૂર્વક સોળ વિદ્યાદેવીઓનાં નામ લખવાં તે આ પ્રમાણે -રહિણ પ્રજ્ઞપ્તિ, વજીરુંખલા, વજાંકુશી, ચક્રેશ્વરી, નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, મહાજવાળા, માનવી, વૈરચ્યા, અચ્છતા, માનસી અને મહામાનસિકા આ સર્વે વિદ્યાદેવીએ (મા) રક્ષણ કરે. ૮-૯
પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થએલા ઉત્કૃષ્ટ એકસોને સીતેર જિનેશ્વરે [ શ્રી અજિતનાથ તીર્થંકરના સમયમાં એકસોને સીત્તેર જિનેશ્વરે વિદ્યમાન હતા તે આ પ્રમાણે એક એક મહાવિદેહ ક્ષેત્રની બત્રીશ બત્રીશ વિજય હોવાથી પાંચ મહાવિદેહ ક્ષેત્રની એકસો સાઠ વિજયમાં એક એક તીર્થકર હોવાથી એક સાઠ તીર્થકરે, વળી પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રમાં એક એક ક્ષેત્રમાં એક એક કુલ દશ ક્ષેત્રમાં દશ, સર્વ એકઠા મળીને એકને સીત્તેર જિનેશ્વરે], જેઓ વિવિધરત્નોના વર્ણ વડે શોભિત છે તે જિનેશ્વરે [મારા] પાપને હરે. ૧૦
ચોત્રીશ અતિશયવડે યુક્ત, અષ્ટ મહાપ્રાતિહાર્યવડે શોભિત અને નાશ પામે છે મેહ જેમને એવા તીર્થકરે આદરથી ધ્યાન કરવા યોગ્ય છે. ૧૧