________________
२१४
મહામાભાવિક નવમરણ.
ભાવાર્થ
સ્ત્રીને રજોદર્શન થયા બાદ શ્રીપર્ણના પાટલા ઉપર ચંદન, કપૂરના મિશ્રણથી જાઈની કલમથી બૃહત્ સપ્તતિશત યંત્ર લખી પવીત્ર અંગવાળે મંત્રી (મંત્રવાદી) તેને ઘેર જઈ ઉપવાસ, બ્રહ્મચર્ય; ભૂમિશયનાદિ પૂર્વક ત્રણ દિવસ સુધી શ્વેત સુધી પુષ્પથી હરહમેશ ૧૦૦૮ જાપ કરે, ત્રિકાળ અષ્ટપ્રકારી પૂજા કરે, પછી ૩ૐ વજનવરિય૦ આ ગાથાના મંત્ર જાપ કરે, જા૫ સમાપ્ત કરી ત્રીજે દિવસે રાત્રે, રાતની પાછળની ચાર ઘડી બાકી રહે તે સમયે તે સ્ત્રીને ગુપ્તગૃહે (કઈ દેખી ન શકે તેવી જગ્યાએ ) સ્નાન કરાવી, છુટા કેશે કંઈ પણ આચ્છાદન વગર (નગ્નાવસ્થામાં) ઊભી રાખી તેના પતિ પાસે એકવણું ગાયનું દૂધ મંગાવી તેનાથી તે રૂમય યંત્રને પખાલીને વાટકીમાં ૧ પલ પ્રમાણુ દૂધ પૂર્વ દિશા સન્મુખ ઊભી રાખીને પીવડાવવું. પછી મુખ વગેરે શુદ્ધ કરી તાંબૂલાદિ (પાન વગેરે) લઈ બીજા કોઈનું પણ મુખ જોયા વગર શ્રેષ્ઠ શંગાર કરી (વસ્ત્રાભૂષણ પહેરી) જિનમંદિરમાં જઈ જિનેશ્વર દેવ તેમ જ ગોત્રદેવતાની ધૂપ, દીપ આદિથી પૂજા કરી, મંત્ર આપનાર ગુરૂ વગેરેને વંદન-નમસ્કાર કરી આશિર્વાદ મેળવી ગુરૂ પાસે [તે સ્ત્રીએ ] રક્ષા કરાવવી. [ ગુરૂ ] ૩૪ મra૦ આ ગાથાથી રક્ષા કરે. પછી સ્ત્રી ગુરૂ પાસે વાંછિતની યાચના કરે ત્યારપછી સૂર્યોદય સમયે શયનગૃહમાં પ્રવેશ કરે અને ત્યાં (પિતાના પતિ સાથે) વેચ્છાપૂર્વક સંભેગાદિકમાં પ્રવૃત્ત થાય. તે ત્રણ દિવસ પતિ-પત્નિએ અમૃતાહાર (દુધ, સાકર, ઘી અને ઘઉં વગેરે સાત્વિક આહાર) કરવો પુત્ર પ્રાપ્તિ થાય. દેવ, ક્ષેત્રપાળ વગેરેના સર્વ દોષ તથા વાત, પિત્ત, કફાદિકથી ઉદ્ભવેલા તમામ રોગે શાંત થાય, સંતતિ પ્રાપ્ત થાય. આ ત્રીજો યંત્ર સત્ય છે. સંદેહ નથી. ચિત્ર ૧૨૫
चतुर्थयंत्रविधिलिख्यते ।
ॐ मंजुरवं मंजुघोषं हन हन दह दह पच पच मथ मथ क्रीड कीड प्रस्कंद प्रस्कंद विध्वंसय विध्वंसय सर्वदोषान् विनाशय विनाशय सर्वभूतान् विमईय विमईय हं त्रिलोकाधिपतये हूं फट् स्वाहा ।
सप्ततिशतयंत्रं सर्वदोषाणां नाशनं जिनमातृनामसहितं श्वेत प्रपूज्यते मंत्रो जप्यते सर्वदोषनाशनं ।
-ચતુર્થઘંત્રવિધિઃ સમઃ | ભાવાર્થ
૧૭૦ ને યંત્ર જિનેશ્વરદેવની માતાઓનાં નામ સહિત શ્વેતદ્રવ્યથી લખી શ્વેતપુષ્પથી પૂજિને મંત્ર જપિએ તો સર્વ દોષને નાશ થાય.