________________
૨૨
મહામાભાવિક નવમરણ. घनसारचंदनद्रव्यैलिखितं पात्रे पयः प्रपीतं च । विस्फोटनाशनं खलु कुर्यात् द्वारे तथा न्यस्तम् ॥१२॥ पापमलं दहति भृशं हृत्पंकजकोटरे तथा ध्यातम् । त्रिभुवनमपि घशमानयति यंत्रमेतत् प्रपूजयतः ॥१३॥ षोडशकोष्ठगतं यः सबीजमेतत् करेऽनिशं दध्यात् । तस्य करस्था पुसः कल्याणपरंपरा मकला ॥१८॥ इति सप्ततिशतजिनपतिसंस्तवनं ये प्रपठ्य पदमतयः । ध्यायति मनसि तेषां तु हरिभद्रं पदं सुचिरम् ॥१५॥
-इति सप्ततिशतं यंत्रविधिः-द्वितीययंत्रस्तोत्रं ॥ ભાવાર્થ –
આનંદના ઉલ્લાસપૂર્વક નમસ્કાર કરતા ઇદ્રોના મસ્તક ઉપર રહેલાં પુષ્પ વડે પૂજાએલા છે ચરણો જેમના એવા ૧૭૦ જિનેશ્વરેને નમસ્કાર કરીને તેઓનું જ સ્તવન રચું છું. ૧ - જંબુદ્વિપના એક ભરત અને એક ઐરવતક્ષેત્રમાં એકેક તથા મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજય છે તે દરેકમાં એકેક, આ પ્રમાણે ૩૪ જિનેશ્વરેને વંદન કરું છું. ૨
જબુદ્વીપના કરતાં ધાતકીખંડનું પ્રમાણ બમણું હોવાને લીધે તેમાં રહેલા બે ભરત અને બે એરવતક્ષેત્રમાં બે બે, એ પ્રકારે ૪ જિનવરોને ભક્તિપૂર્વક નમસકાર હે.૩.
ધાતકીખંડમાં બે મહાવિદેહક્ષેત્રો હેવાથી તેની ૬૪ વિજયોમાં ઉત્પન્ન થએલા, અને કેવલજ્ઞાનથી પ્રકાશિત કરેલા ત્રણે જગતના અજ્ઞાનરૂપી અંધકારને તેમજ ગાઢ પાપને નાશ કરનારા જિનેશ્વર દેવોને નમસ્કાર–વંદન હે-૪
પુષ્કરાર્ધક્ષેત્રમાં પણ પ્રમાણમાં તેટલા જ (ધાતકીખંડના સમાન જ) અષ્ટકર્મરૂપ શત્રુઓને નાશ કરનારા જિદ્રોને સ્તવું છું. ૫.
શ્રેષ્ઠ સુવર્ણ (પીતવણ), શંખ (શ્વેતવણ), પરવાળા (રક્તવર્ણ), મરકત મણિ (નીલા), વર્ષાદથી પૂર્ણ વાદળાં જેવા (શ્યામ) વર્ણવાળા, મોહ રહિત અને સર્વ દેવતાઓથી પૂજિત ૧૭૦ જિનેશ્વરને વંદન કરું છું. ૬.
દાવાનલ, રાજ, પાણી, ચોર, વીજળી, સર્પ, હાથી, વિસ્ફોટક, સિંહ, મારી (મરકી) અને બંધન વગેરે ભય (જેઓના) સ્મરણ માત્રથી તત્કાલ નષ્ટપણાને પામે છે. ૭.
આ યંત્રમાં રહેલા ૧૭૦ જિનેશ્વરદેવેનું આનંદથી પુલકિત દેહવાળે થઈને જે મનુષ્ય ધ્યાન કરે છે તેને કઈ પણ પ્રકારના રોગ થતા નથી અને તેના) સર્વે