________________
૨૫૮
મહામાભાવિક નવસ્મરણ. એરવતક્ષેત્ર એ પંદર) ને વિષે [શ્રી અજિતનાથ સ્વામીના સમયમાં +) ઉત્પન્ન થએલા વિવિધ રત્નાદિકના વર્ણ વડે શોભિત એવા એકસોને સીત્તેર જિનેશ્વરે [ મારા | પાપનું હરણ કરે.
चउतीस अइसयजुआ, अट्ठमहापाडिहेरकयसोहा । तित्थयरा गयमोहा, झाएअव्या पयत्तेणं ॥१०॥ [જરાતફાયપુ મતદારોમાં तीर्थकरा गतमोहा ध्यातव्याः प्रयत्नेन ॥]
અર્થ -ચોવીશ અતિશયે કરીને યુક્ત, અષ્ટ મહાપ્રાતિહાર્યોએ કરીને શેબિત અને નાશ પામ્યો છે મેહ જેઓને એવા તીર્થક પ્રયત્ન વડે ધ્યાન કરવા યોગ્ય છે.
ॐ वरकणयसंखविदुम मरगयघणसंनिहं विगयमोहं । सत्तरिसयं जिणाणं, सव्वामरपूइअं वंदे ॥११॥ स्वाहा ॥
ॐ वरकनकशंखविद्रुममरकतघनसन्निभं विगतमोहम् । सप्ततिशतं जिनानां सर्वामरपूजितं वन्दे॥]
અર્થ:-શ્રેષ્ઠ સુવર્ણ, શંખ, પરવાળા, નીલમણિ અને મેઘ સરખા વણવાળા અર્થાત પાંચે વર્ણવાળા, નાશ પામ્યો છે મેહ જેમને એવા તથા સર્વ દેવો વડે પૂજિત એવા એક સીત્તેર જિનેશ્વરેને હું વંદન કરું છું. અહીયાં શરૂઆતમાં ક8 લખ્યો છે તે પરમેષ્ઠિ વાચક છે અને અંતમાં ‘હ્યાા' શબ્દ લખ્યો છે તે દેવેને બલિદાન આપતાં બોલાય છે એમ સર્વત્ર જાણવું.
ॐ भवणवइवाणवंतर-जोइसवासी विमाणवासी अ जे के वि दुट्टदेवा, ते सव्वे उवसमंतु ममं ॥१२॥ स्वाहा ।। [ॐ भवनपतिवानमन्तरज्योतिष्कवासिनो विमानवासिनश्च ।
ये केऽपि दुष्टदेवास्ते सर्वे उपशाम्यन्तु मम ॥] શ્રી અજિતનાથસ્વામીને સમયમાં એકસો સીત્તેર જિનેશ્વર વિદ્યમાન હતા તેઓની સંખ્યા આ પ્રમાણે જાણવી –
એક મહાવિદેહ ક્ષેત્રમાં બત્રીશ વિજયો હોવાથી પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં એક સાઠ વિજછે, તેમાં એક એક તીર્થકર એટલે કુલ એકસે સાઠ, તથા પાંચ ભરતક્ષેત્ર પૈકી એકેક ભરતક્ષેત્રમાં એકેક કુલ મળી પાંચ ભરતક્ષેત્રમાં પાંચ, અને તેવી જ રીતે પાંચ અરવતક્ષેત્ર પૈકી એકેક ક્ષેત્રમાં એકેક કુલ મળી પાંચ અરવતક્ષેત્રમાં પાંચ, કુલ પંદર કર્મક્ષેત્રમાં એકસો સત્તર જિનેશ્વરે થાય
તે સર્વનો સ્તુતિ આ સ્તોત્રમાં કરવામાં આવેલી છે.