________________
૨૫૬
મહામાભાવિક નવસ્મરણ. હવે સ્તોત્રકાર એકસોને સીત્તેર સમયક્ષેત્રમાં રહેલાં એક્સોને સીત્તેર જિનેશ્વરેની સંખ્યાના અંકના પ્રમાણવાળે અને મોટું છે માહાસ્ય જેનું એ મહાયંત્ર છે. તે યંત્ર લખવાને વિધિ આગળની સાત ગાથાએ કરી દેખાડે છે.
पणवीसा य असीआ, पनरस पन्नास जिणवरसमूहो। नासेउ सयलदुरिअं, भविआणं भत्तिजुत्ताणं ॥२॥ [पञ्चविंशतिश्च अशीतिः पञ्चदश पञ्चाशत् जिनवरसमूहः।
नाशयतु सकलदुरितं भव्यानां भक्तियुक्तानाम् ॥] અર્થ-પચીશ, એંશી, પંદર અને પચાસ એ પ્રમાણે તીર્થકરને સમુદાય ભક્તિવંત ભવ્યજીના સકલ પાપને નાશ કરો.
वीसा पणयाला विय, तीसा पन्नत्तरी जिणवरिंदा । गहभूअरक्खसाइणि-घोरुवसग्गं पणासंतु ॥३॥
ग्रहभूतराक्षसशाकिनीघोरोपसर्ग प्रणाशयन्तु ॥] અર્થ -વીશ, પીસ્તાલીશ તથા ત્રીશ અને પંચોતેર એટલા જિનવરંદ્ર ગ્રહ, ભૂત, રાક્ષસ અને શાકિનીના ઘોર ઉપસર્ગને વિનાશ કરે.
सत्तरि पणतीसा विय, सही पंचेव जिणगणो एसो। वाहिजलजलणहरिकरि-चोरारिमहाभयं हरउ ॥४॥ [ afસઃ પાપિ જ ઃ pવ કિનારા પs I
व्याधिजलज्वलनहरिकरिचोरारिमहाभयं हरतु ॥] અર્થ:-સીત્તર, પાંત્રીસ, સાઠ અને પાંચ એટલા જિનેશ્વરે વ્યાધિ, જલ અથવા જવર, અગ્નિ, સિંહ, હાથી, ચેર અને શત્રુ સંબંધી મહાભયને દૂર કરે. અંકેવાળા આડા ચાર ખાનામાં તથા પાંચમી લીટીના અંકેવાળા આડા ચાર ખાનામાં અંકોની નીચે અનુક્રમે મૂકવા. છઠ્ઠી ગાથાની શરૂઆતમાં જે “ઢ” અક્ષર છે તે પંચપરમેષ્ટિવાચક છે અને “?' એ ચાર બીજાક્ષરો વડે અનુક્રમે જયા વિજયા, અજિતા અને અપરાજિતા એ ચાર દેવીઓનાં અનુક્રમે નામ સમજવાં.
આ યંત્રની ચાર ઊભી, ચાર આડી અને બે તીરછી એમ દશ લીટીમાં લખેલા અંકને સરવાળે કરતાં દરેકનો સરવાળે ૧૭૦ થાય છે અને સઘળી બાજુની ગણતરી એકસરખી આવે છે, તેથી આ યંત્રનું ગુણવિશિષ્ટ એવું સર્વતોભદ્ર નામ છે. આ યંત્રની ચારે બાજુના પડખાના અંકેવાળા ૧૬ ખાનાઓમાં સાતમી અને આઠમી ગાથામાં બતાવેલી ૧૬ વિદ્યાદેવીઓનાં નામ શ્રી એ ત્રણ બીજાક્ષરો આદિમાં અને અંતમાં “નમઃ'પદ સહિત લખવાં.