________________
શ્રી સતિકર સ્તવન
૩રર ભાવાર્થ-પુણ્યરૂપી બીજને ઉત્પન્ન કરે તે રેહિણી ૧, જેને પ્રકૃણ જ્ઞાન છે તે પ્રજ્ઞપ્તિ ૨, જેના હાથમાં દુર્ણને દમન કરવા માટે વા જેવી દુર્ભેદ્ય શંખલા છે તે વાશૃંખલા ૩, જેના હાથમાં વજી અને અંકુશ એ બે શસ્ત્ર રહેલાં છે તે વાંકુશી ૪, નિરંતર હાથમાં ચક્ર રહેતાં હોવાથી ચકેશ્વરી ૫, મનુષ્યને વરદાન વગેરે ઈચ્છિત વસ્તુ આપનાર હોવાથી નરદત્તા ૬, શ્યામ વર્ણવાળી હોવાથી અને શત્રુઓને કાળ જેવી હેવાથી કાળી ૭, અતિ શ્યામ વર્ણવાળી હોવાથી અને શત્રુઓને મહાકાળ જેવી હોવાથી મહાકાળી ૮, ગૌર-ઉજ્વળ વર્ણવાળી હોવાથી ગૌરી ૯, ગાયના વાહનવાળી તે ગાંધારી ૧૦, જેના શસ્ત્રોમાંથી માટી જ્વાળાઓ નીકળે છે તે મહાજવાળા ૧૧, મનુષ્યની જનની-માતા તુલ્ય હોવાથી માનવી ૧૨, અન્ય વૈરની ઉપશાંતિ માટે જેનું આગમન છે તે વૈરોચ્યા ૧૩, જેને પાપને સ્પર્શ નથી તે અછુપ્તા ૧૪, જે ધ્યાન કરનારના મનને સાનિધ્ય કરવાવાળી છે તે માનસિક ૧૫, અને ધ્યાન કરનારના મનને મહા સાનિધ્યને કરવાવાળી તે મહામાનસિક ૧૬. આ સર્વ દેવીઓ જુદી જુદી વિદ્યાઓની અધિષ્ઠાત્રી હોવાથી વિદ્યાદેવીઓ કહેવાય છે. આ સોળે વિદ્યાદેવીઓ મારું રક્ષણ કરે. તેના સ્વરૂપ, મુદ્રાઓ તથા મંત્રોનું વર્ણન “નિર્વાણ કલિકામાં કરવામાં આવ્યું છે જે નીચે પ્રમાણે છે –
'तत्राद्यां रोहिणी धवलवर्णा सुरभिवाहनां चतुर्भुजामक्षसूत्रबाणान्वितदक्षिणपाणिं शङ्खधनुर्युक्तवामपाणि चेति ॥१॥
અર્થાતુ-પ્રથમ વિદ્યાદેવી રહિણીને ધવલવણું છે અને ગાય તેનું વાહન છે. તેના ચાર હાથે પૈકી જમણુ બે હાથે માળા અને બાણથી અલંકૃત છે તથા ડાબા બે હાથે શંખ અને ધનુષ્યથી શેભે છે. ___'तथा प्रज्ञप्तिं श्वेतवर्णा मयूरवाहनां चतुर्भुजां वरदशक्तियुक्तदक्षिणकरां मातुलिङ्गशक्तियुक्तवामहस्ता चेति' ॥२॥
અર્થાતુ-પ્રજ્ઞપ્તિદેવીને વર્ણ શ્વત છે, વાહન મયૂરનું, ચાર ભુજા, જેમાં જમણું બે હાથ શક્તિ તથા વરદથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથમાં માતલિંગ તથા શક્તિ શોભે છે.
'तथा वज्रशृङ्खलां शङ्खावदातां पद्मवाहनां चतुर्भुजां वरदशृङ्खलान्वितदक्षिणकरां पद्मशृङ्खलाधिष्ठितवामकरां चेति' ॥३॥
અર્થા–વાશંખલા દેવી શંખના જેવા વણવાળી છે, તેને પાનું વાહન છે, ચાર હાથ છે. તેના જમણા બે હાથમાં વરદ અને શૃંખલા છે તથા ડાબા બે હાથમાં કમલ અને શંખલા છે.