________________
મહાપ્રાભાવિક નવસ્મરણુ.
જિનમંદિર ૧,
જિનબિંમ ૨, પુસ્તક લખાવવામાં ૩, અને વિધ સંઘ ( સાધુ ૪, સાધ્વી પ, શ્રાવક ૬, શ્રાવિકા છ, )ની ભક્તિમાં જે પેાતાનું ધન વાવે ( વાપરે ) છે. તે સંસારમાં કૃતકૃત્ય સમજવા.”
૨૨૪
વળી મહિનામાં એ પાખી (ચતુર્દશી)ના પારણાના દિવસે ધરણેન્દ્રે આપેલી વીંટીના પ્રભાવથી તે બે વાર સાર્મિક વાત્સલ્ય કરવા લાગ્યા. આ પ્રમાણે ઘણાં
વર્ષ વ્યતીત થયાં.
એક વખતે પારણાના દિવસે રાજા ગુરૂમહારાજને વંદન કરવા માટે [ ઉપાશ્રયે ] ગયેા. મહારાજ રાજાને ઉપદેશ આપે છે, તે વખતે જિનયમથી વાસિત અંતઃકરણવાળા, જેણે સાતે ધાતુએ કરીને શ્રાવકની અગિયાર પ્રતિમાનું વહન કર્યું છે એવા, શ્રાવકના એકવીશ ગુણૈાથી શોભિત, શ્રીઆનદ્ર શ્રાવકના જેવા ખારવ્રતધારી એવા, એક શ્રાવક ગુરૂમહારાજના ચરણકમળમાં વંદન કરતા હતા. આવા પ્રકારના તે ગુણધારી શ્રાવકને જોઇને, રાજાએ તેને ભોજનનું નિમંત્રણ કર્યું. તે વખતે ગુરૂમહારાજે કહ્યું કેઃ “હે રાજન્! આ શ્રાદ્ધવને આજે અષ્ટમનું પારણું છે, માટે એને સથી પ્રથમ ભોજન કરાવજો.” રાજાએ તે વાતને કબુલ રાખી. પછી તે આવ્યા એટલે રાજાએ તેને સન્માનપૂર્વક ભોજન કરવા બેસાડ્યો. એટલામાં પાંચસા શ્રેષ્ઠીએ ત્યાં ભોજન કરવા આવી પહેાંચ્યા. હવે તે શ્રાવકેાત્તમ જેટલામાં પારણું કરીને ઉઠ્યો, તેટલામા જ ધરણેન્દ્રે આપેલી મહાપ્રભાવવાળી તે મુદ્રિકા આકાશમાંથી ઉતરીને, પેાતાની મેળે રાજાના હાથમાં આવી ગઈ. આ બનાવ જોઇને રાજા વિચારવા લાગ્યા કે-આજે આ શુ થયું? શું દેવ કોપાયમાન થયા? કે શું મને અશ્રદ્ધા થઇ ? ( અથવા) તે શું મારૂં પુણ્ય પરવાળી ગયુ ( ક્ષીણ થઈ ગયું)? દેવે કહેલું પુણ્ય આજે અસત્ય કેમ થયુ ? હવે મારી આબરૂનું હું રક્ષણ શી રીતે કરીશ ? આ આવેલા પાંચસે શ્રેષ્ઠીઓનું ભોજનાદિકથી હું શી રીતે ગૌરવ કરી શકીશ ? એટલામ રાજાના ચેાકમાં દૈવી વાણી થઈ કેઃ—
“હે રાજન્! તું મનમાં લેશ પશુ ચિંતા કરીશ નહિ, દેવની વાણી જુડ્ડી હાતી નથી; (પરંતુ) આ એક જ શ્રાવકોત્તમને ભોજન કરાવતાં તને પાંચસેા શ્રાવકાને ભોજન કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થયું.”
મેટાએ મેટાનું જ વાત્સલ્ય કરનારા હેાય છે, પરંતુ પુણ્યશાળી ગુણવાનનું વાત્સલ્ય કોઇ જ કરતું નથી. કારણ કેઃ—
"नागुणी गुणिनो वेत्ति, गुणी गुणिषु मत्सरी, गुणी च गुणरागी च विरलः सरलो जनः
॥૨૭॥