________________
૧૧
કૃતિ રચાઇ છે, ફક્ત કથામાં ઠેકાણે ઠેકાણે ગામનું નામ અથવા તેા શેઠનું અગર મુનિનું નામ ફેરવી નાંખવામાં આવ્યું છે, બાકી વાસ્તવિક રીતે અને કથાઓ સાથે રાખીને વાંચવાથી તુરત જ જણાઈ આવેછે કે કેટલાંકનામેાની ફેરબદલી કરવા સિવાય બ્રહ્મચારી રાયમલ્લે નવીન કૃતિ રચી જ નથી. વળી રાયમલ વિરચિત ‘ભકતામર કથા સંગ્રહ' વિ. સ. ૧૯૧૪ માં હિન્દી જૈનસાહિત્ય પ્રસારક કાર્યાલય, મુંબાઈ તરફથી પ્રસિદ્ધ થયેલ ‘ભક્તામર કથા’ નામના ગ્રન્થમાં હિંદીભાષામાં તથા શ્રીયુત ચુનીલાલ વમાન શાહ તરફથી ગુજરાતી ભાષામાં સ્વ. પૂ. લાધાજી સ્વામી ગ્રંથમાળાના મણકા ૫ મા તરીકે વિ. સં. ૧૯૭૮ માં ‘શ્રીભક્તામર-મંત્ર-માહાત્મ્ય' નામના પુસ્તકની બીજી આવૃતિમાં છપાએલ શ્રીભક્તામર કથા સંગ્રહ' માં જે કથાઓ છપાવેલી છે તેની સાથે મેળવતાં જ્યાં જ્યાં તે અને પ્રકાશકાએ નામેાના ફેરફાર કર્યાં છે, ત્યાં ત્યાં મે પ્રસ્તુત ગ્રંથની છુટનેટામાં તે તે બાબતાને નિર્દેશ કરેલા છે. અજાયબીની વાત તેા એ છે કે અને પ્રકાશકાએ શ્રીયુત્ રાયમલ્લ બ્રહ્મચારીની કથાએ છપાવી છે તે પણ પાતપેાતાના સંપ્રદાયને પુષ્ટિ આપતાં નામની ફેર બદલી કરી નાંખી છે. ગુણાકરસૂરિની ટીકાની કથાઓમાં આપેલાં નામેા ઘણાં ખરાં ઐતિહાસિક દષ્ટિએ પુરવાર થઈ શકે તેવાં છે, ત્યારે ‘ભક્તામર કથા સંગ્રહ' ના અને પ્રકાશનામાં આપવામાં આવેલાં નામેા કેઈપણુ રીતે ઐતિહાસિક દૃષ્ટિએ સત્ય પુરવાર થઇ શકે તેમ નથી, અરે ! પોતપેાતાના સંપ્રદાયના મમત્વમાં તા ગુજરાતની રાજધાની અણુહિલપુરમાં કુમારપાલ નામના રાજા થઈ ગયા હતા અને જે વાત દીવા જેવી સત્ય છે તેને બદલે પણ એક ઠેકાણે ૧૦ મા તથા ૧૧ મા શ્લેાકના પ્રભાવ દર્શાવનારી કથામાં શ્રીયુત્ ચુનીલાલ વમાન શાહ દ્વારા પ્રકાશિત પુસ્તકની બીજી આવૃતિના પાના ૨૮ ઉપર આ પ્રમાણે ઉલ્લેખ કરેલા છે;~~
‘અહિલપુર નામનું એક ભવ્ય અને સુંદર શહેર હતું. તે શહેરને ન્યાયી, નીતિમાન અને પ્રજાપાળક દયાળુ ‘અરિમન’ નામે રાજા હતા. તે નગરમાં ‘કમદી’ નામના એક વણુક રહેતા હતા.”
"
હિન્દી જૈન સાહિત્ય પ્રસારક કાર્યાલય તરફથી પ્રકાશિત ‘ભક્તામર કથા ” નામના ગ્રન્થના પાના ૨૫ ઉપર આ બાબતના આ પ્રમાણે ઉલ્લેખ કરેલા છે:
“અણુહિલ નામકા એક શહેર હૈ, ઉસકા રાજાહૈ પ્રજાપાલ, વહાં એક કમદી નામકા વૈશ્ય રહતા હૈ.” વાસ્તવિક રીતે ગુણાકરસૂરિની ટીકાના આધારે પ્રસ્તુત ગ્રંથના પાના ૩૩૨ ઉપર આ પ્રમાણે
ઉલ્લેખ છેઃ—
“ શ્રીઅણહિલપુર પાટણ નામના ભવ્ય અને સુંદર શહેરમાં ન્યાયી, નીતિપરાયણુ અને ચૌલુક્ય વશમાં ઉત્પન્ન થએલા કુમારપાલ નામના રાજા રાજ્ય કરતા હતા” વગેરે.
આ એક જ ઉલ્લેખ ઉપરથી વાંચકોને માલુમ પડશે કે ટીકાકાર શ્રી ગુણાકરસૂરિની કથા ઐતિહાસિક દૃષ્ટિએ કેટલી બધી સત્ય છે, જ્યારે ઉપરોકત અને પ્રકાશનામાં પાએલ સ્થા ઐતિહાસિક દૃષ્ટિએ કેટલી અસત્ય છે, આ લખીને ઉપરાત અને પ્રકાશકોને ઉતારી પાડવાના ઉદ્દેશ મારે। જરાએ નથી, પરંતુ વિદ્વાના પણ સંપ્રદાયના મમત્વના અંગે કેટલી ગંભીર ભૂલો કરી એસે છે તે જ બતાવવાના મારા ઉદ્દેશ છે. આ કથાઓમાં આવા તે પુષ્કળ ફેરફારા કરેલા છે, પરંતુ તે અધત માટે ચર્ચા કરવાનુ આ સ્થાન નથી.