________________
૧૦
विश्वकत्रभटमोहमहामहेन्द्रं ।
सद्यो जिगाय भगवान् निगदन्निवेत्थम् ॥ सन्तर्जयन् युगपदेव भयानि पुंसां । मन्द्रध्वनिर्नदति दुन्दुभिरुचकैस्ते ||४|| "
આ ચાર શ્લોકા સિવાય બીજી જાતના પણ ચાર શ્લોકા છે એવું વર્ગીસ્થ યતિ શ્રી બાલચંદ્રસર ખામગાંવવાળા મને ગઈ સાલના શિયાળામાં મુંબાઈ મુકામે વાલકેશ્વર પર આવેલા બાપુના દેરાસરની ખાજીના ઉપાશ્રયે મળ્યા હતા ત્યારે કહેતા હતા અને તે ચાર શ્લોકા પોતે ખામગાંવ જઈને મને મેાકલાવી આપવા પણ કહ્યું હતું; પરંતુ ત્યાં પહેાયતાં જ તેઓના ટુક વખતમાં સ્વર્ગવાસ થવાથી તે લે કે હું અહીં આપી શક્યા નથી.
વળી ભકતામરના શ્લેાકેાની સંખ્યા ચુમાલીશ હેવાના સમનમાં વૃદ્ધ પરપરા એવી છે કે આ અવસર્પિણીકાળમાં ‘ભરત’ ક્ષેત્રમાં થઈ ગયેલા ૨૪ જિનેશ્વરા અને અત્યારે ‘મહાવિદેહ’ ક્ષેત્રમાં વિહરતા ૨૦ જિનેશ્વરા મળી ૪૪ ની સંખ્યા થાય છે. આ સંખ્યાત્મક જ આ સ્તેાત્ર છે, અને તે કારણને લીધે એનું એકેક પદ્ય એકેક જિનેશ્વરની સ્તુતિ રૂપ છે. આ વિષયની વિશેષ ચર્ચા જાણવાની ઈચ્છા વાળાએ શેઠ દેવચંદ લાલચંદ જૈન પુસ્તકાહાર ક્રૂડના ગ્રન્થાંક છ ની પ્રસ્તાવના જોઈ જવા મારી ભલામણ છે. વળી જૈન શ્વેતામ્બર ભડારામાં આવેલી યત્રાવાળી લગભગ સા ઉપરાંત હસ્તલિખિત પ્રતેા મે તપાસી જોઈ છે, તે બધી પ્રતેામાં પણ અડતાલીસ ગાથાઓ અને તેને લગતા અડતાલીસ જ યંત્રો મલી આવે છે, આ અડતાલીસ યંત્રો સિવાયના બીજા ચુંમાલીશ યત્રો વાળી વ્રત કોઈપણ શ્વેતામ્બર ભંડારમાં મારા જોવામાં અથવા સાંભળવામાં પણ આવી નથી અને ઋદ્ધિના પદો પણ અડતાલીસ જ છે, તેથી યંત્રો પણ અડતાલીસ અને કાવ્ય પણ અડતાલીસ જ હાવા જોઈએ.પછી ચાર કાવ્યા ગમ્મીતા૬૦થી શરૂ થતા હો કે વિવિમો॰થી શરૂ થતા હા, યા ત્રીજા હો તે બાબતને વાંધા નથી, એટલે મારી માન્યતા પ્રમાણે તેા ભક્તામરના પ્રાચીન ટીકાકાર શ્રી ગુણાકરસૂરિના સમય પછી એટલે કે વિ. સં. ૧૪૨૬ પછીથી શ્વેતામ્બર સંપ્રદાયમાં ભક્તામરના ૪૪ શ્લોકા મહાવાની માન્યતા શરૂ થઈ હાવી જોઇએ અને તે માન્યતા શાથી શરૂ થઈ હશે તે નક્કી કરી શકવું બહુ મુશ્કેલ છે, કારણકે તેઓએ ટીકા ૪૪ શ્લોક ઉપર રચી છે. અને ત્યાર પછીના ભક્તામર પાદપૂર્તિ કાન્યા પણ મેાટે ભાગે ચુમાલીશ જ શ્લોકા પર રચાયાં છે. ગમે તેમ હૈ। અંતે માન્યતાએ પ્રાચીન છે અને યંત્રો પણ અને ધ્રકારના અડતાલીસ કાવ્યા ઉપર મલવાચી મે' પણ પ્રસ્તુત ગ્રંથમાં અડતાલીસ જ કાવ્યા આપવા ઉચિત ધારીને અડતાલીસ કાવ્યે છપાવેલાં છે.
ભક્તામરસ્તાત્રની કથાઓ
ભકતામર સ્તેાત્રના પ્રભાવને લગતી કથામાં સૌથી પ્રાચીન કથાએ ગુણાકરસૂરિની ટીકામાં મલી આવે છે અને તે જ કથાઓનું અક્ષરે અક્ષર અનુકરણ ‘કરીને ભક્તામર કથા સંગ્રહ' નામની