________________
૨૧૪
મહાપ્રાભાવિક નવમરણ. અનુક્રમે વૃદ્ધિ પામતા તે પુત્રનું મેટા ઉત્સવપૂર્વક જયંકર એવું નામ પાડવામાં આવ્યું. પાંચમા મહિને તેને દાંત આવ્યા. રાજાએ શાસ્ત્રના જાણકારોને પૂછવાથી તેઓએ કહ્યું કે –
“પ્રથમે મારે સાત-તો હૃતિ કુરું તતઃ | द्वितीये जातदन्तस्तु, स्वतात विनिहन्ति सः ॥२३४॥ तृतीयके पुनर्मासे, पितरं वा पितामहम् । तुर्यमासे च जातेषु, भ्रातृनेव विनाशयेत् ॥२३५॥ हस्त्यश्वकरभान पुत्रान् , पञ्चमे पुनरानयेत् । मासे करोति षष्ठे तु, सन्तापं कलहं कुले ॥२३६॥ नाशयेत् सप्तमे मासे, धनधान्यागवादिकम् ।
यस्य दन्तयुतं जन्म, तस्य राज्य विनिर्दिशेत् ॥२३७॥ જે [ બાળકને ] પહેલા મહિને દાંત પુટે તે કુળનો ધ્વંસ કરે છે, બીજા મહિને દાંત આવે તો તે પોતાના પિતાને હાનિ કરે છે, ત્રીજા મહિને દાંત આવે તે પિતાને અથવા પિતામહ (દાદા)ને નાશ કરે છે, ચોથા મહિને આવેલા દાંત ભાઈઓને નાશ કરે છે, પાંચમા મહિને આવેલ દાંત શ્રેષ્ઠ એવા હાથી, ઘોડા અને ઊંટ તથા પુત્રોને લાવે છે-(વૃદ્ધિ કરે છે). છઠ્ઠા મહિને આવેલો દાંત કુટુંબમાં સંતાપ અને કલેશ કરાવે છે, સાતમા મહિને આવેલો દાંત ધન, ધાન્ય અને ગાય વગેરેને નાશ કરે છે. તથા જેને દાંત સહિત જન્મ થાય તેને રાજ્ય મેલે છે.”
આ પ્રમાણે સાંભળીને હર્ષિત થએલે એ રાજા રાજકાજ કરવા લાગ્યો. એવા વખતમાં રાજાના બીજા હૃદય સમાન સર્વ કાર્યમાં પ્રવીણ એ હિતકર નામને મંત્રિ શૂળના રોગથી મરણ પામ્યું. કહ્યું છે કે –
“શૂળ, ઝેર, સર્પ, વિચિકા, પાણી, શસ્ત્ર, અગ્નિ અને અકસ્માતથી જીવ મુહૂમાત્રમાં જ બીજા શરીરમાં પ્રવેશ કરે છે.”—૨૩૮
“મુંહતા વિણુ રાજહ કિસ્યું, રખવાલ વિણુ પોલિ; પતિ પાખે નારી કિસી, પહિરણ વિણ કિસી મોલિ? रावणस्य गतं राज्यं, प्रधानपुरुषं विना ।
श्रीरामेण निजं राज्यं, प्राप्तं लक्ष्मणबुद्धितः ॥२३९॥ મંત્રિ વગર રાજ્ય કેવું, ચોકીદાર વગરની શેરી કેવી; પતિ વગરની સ્ત્રી કેવી અને વસ્ત્ર વગર મુગટ કે.” પ્રધાનપુરુષ વગર રાજા રાવણનું રાજ્ય ગયું અને શ્રીરામચંદ્રજીએ લક્ષ્મણની બુદ્ધિથી રાજ્ય મેળવ્યું.-૨૩૯