________________
પ્રિયંકર નૃપ થા.
આ પ્રમાણે સ્તુતિ કરીને, પ્રિયકર પેાતાના ઘર તરફ જતા હતા, તેવામાં નિવૃક્ષ પર બેઠેલા એક કાગડાને ખોલતો સાંભળ્યા. તેના ખોલવાથી તેણે જાણ્યું કેકાગડા મને આ પ્રમાણે કહે છે કેઃ–
૨૦૧
“ અહીંયાં આ લીમડાના ઝાડની ત્રણ હાથ નીચે હે નરેાત્તમ ! એક લાખનું ધન છે, તે તું ગ્રહણ કર અને મને ખાવાનું આપ.”-૧૯૮
પ્રિયકરે કાગડા જે ડાળી ઉપર ખેડા હતો, તેની નીચેની જમીન ખાદી; લેાકો પૂછવા લાગ્યા કે—તું શા માટે ખાદે છે? તેણે કહ્યુંકે-ઘર પૂરવા માટે. તે પ્રમાણે સાચુ કહીને તે ધન ઘેર લાવ્યેા, અને કાગડાને દહીં અને ભાતનું ભાજન આપ્યું. વળી તે વ્યાપારી વગ માં વિખ્યાતિ પામ્યા. હવે પ્રિયંકરના ગુણાનુવાદ રાજાના સાંભળવામાં આવવાથી હર્ષિત થયેલા રાજાએ તેને મેલાવીને કહ્યું કે-તારે નિરંતર એ વાર રાજસભામાં આવતા રહેવું, આ પ્રમાણે રાજા તરફથી તેને જે માન મળ્યુ, તે પૂર્વે કરેલા પુણ્યના પ્રભાવ સમજવા. કારણકેઃ
"नरपति बहुमानं भोजनं च प्रधानं
भवति धनममानं शुद्धपात्रेषु दानम् । हयगजनरयानं भावतो गीतगानं
शमिह सुरसमान पूर्वपुण्यप्रमाणम् ॥ १९९॥
રાજા તરફનું બહુમાન, ઉત્તમ લેાજન, પુષ્કળ ધન, શુદ્ધ પાત્રમાં દાન, હાથી ઘેાડા તથા નરનું વાહન, ભાવપૂર્વકનું ગીતગાન અને દેવના જેવું સુખ આ બધું પૂના પુણ્યથી મળે છે.”
પ્રિયકરને બધા માન આપવા લાગ્યા. કેમકેઃ—
“રાજમાન્ય, ધનવાન, વિદ્યાવાન, તપસ્વી, યુદ્ધમાં શૂરવીર અને દાતાર એ ઉંમરમાં નાના હોય તે! પણ મેટા કહેવાય છે.”-૨૦૦
ત્યાર પછી કેટલાક દિવસે અરિ અને રર નામના રાજ્યને લાયક રાજપુત્રા અકસ્માત મરણ પામ્યા. રાજા બહુ જ દુઃખ પામ્યા, કાઇનું પણ ધારેલુ કામ આવતું જ નથી. કેમકેઃ—
કમળના ડાડામાં ભરાએલા ભમરા વિચાર કરતા હતા કે [ હમણાં ] રાત્રિ વીતી જશે અને સુંદર પ્રભાત થશે, સૂર્ય ઉગશે અને આ કમળની શેાભા ખીલી નીકળશે, પરંતુ અસેાસ ! એટલામાં તે। હાથીએ આવીને કમળના વેલાને જ ઉખાડી નાંખ્યા.”–૨૦૧