SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકર નૃ૫ કથા २०॥ આ પ્રમાણે મધુર મધુર વચનેથી કુમારે તેના કોષને શાંત પાડ્યો. તેથી તે બોલ્ય-“તમારા ઉપસહસ્તવના ગણવાથી હું તેના શરીરમાં રહેવાને સમર્થ નથી, તેથી મેં તારી સજનતાની પરિક્ષા કરી છે.” કેમકે – નબળાઈના મિષથી બ્રહ્માએ દ્રાક્ષ અને ચંદ્રમામાંથી સારનું હરણ કરીને સજજનોને બનાવ્યા છે. તે સજજને જય પામે.”—૧૯૦ આ પ્રમાણે આશિષ આપીને તે બોલ્યો કે –“હું તારા પર પ્રસન્ન થયો છું, માટે તું વર માગ !” તેથી તેણે વરદાન માંગ્યું કે-“મંત્રિની પુત્રિને મુક્ત કરીને સાજી કર!” તેના વચનથી યક્ષે તેને મૂકી દીધી અને સાજી કરી. યક્ષ બોલ્યો કે –પરંતુ મારી નિંદા કરવાથી આ બાલિકાને બહુ પુત્રપુત્રીઓ થશે.” આ પ્રમાણે બોલીને કુમારને સર્વ પક્ષીઓની ભાષા જાણવાનું વરદાન આપીને યક્ષ પોતાના સ્થાનકે ગયા. પછી મંત્રિએ વિચાર્યું કે-“પ્રિયંકરે મારા પર મોટો ઉપકાર કર્યો છે, તેથી તેને જ આ કન્યા આપું.” તેથી મંત્રિએ યમતિની સાથે જાણે પોતાના ગુણોથી ખરીદ્યુ જ ન હોય તેવું લગ્ન કર્યું. હસ્તમેચન વખતે ધન, ધાન્ય, રત્ન વગેરેનું પુષ્કળ દાન કર્યું–આપ્યું. બધાને અત્યંત આનંદ થયે. તે પણ પોતાની પત્નિ સહિત ઘેર જઈને વિચારવા લાગ્યો કે –આ પણ ઉપસરસ્તવને જ મહિમા છે કે, જેને લીધે યક્ષ પ્રત્યક્ષ થશે. કહ્યું છે કે "उपसर्गहरस्तवनं, यश्चित्ते प्रोस्फुरीति सततमिह । મૂતવ્યત્તરશતા, પ્રત્યક્ષાર શુoi તેવામ્ શા જે માણસના મનમાં નિરંતર ઉપસર્ગહરસ્તવ કુરાયમાન રહે છે, તે માણસેને ભૂત, વ્યંતર અને યક્ષે પ્રત્યક્ષ થાય છે.” - પ્રિયંકરને યશોમતિ સાથે સંસારસુખ ભોગવતાં યક્ષના વચન પ્રભાવથી, યશેમતિ પ્રતિવર્ષે પુત્રપુત્રીનાં જોડકાંને જન્મ આપવા લાગી. તેથી તેણીને બાર વર્ષમાં ૧૨ પુત્રો અને ૧૨ પુત્રીઓ થયાં. તે પુત્ર પુત્રીઓનાં લાલન-પાલન, રક્ષણ સ્તનપાન, ખવડાવવા પીવડાવવા વગેરેથી તેણી હેરાન હેરાન થઈ ગઈ. તે બાળક પરસ્પર કલહ કરતાં હોવાથી અને તેઓના ઉદ્ધતાઈ ભરેલાં વર્તનથી ઉદાસીન એવી તે સુખે સૂઈ શકતી નહિ કે સુખે ભોજન પણ કરી શકતી નહિ. તેથી તે મનમાં વિચારવા લાગી કે–ખરેખર! વાંઝણી સ્ત્રીઓ જે હોય તે જ જગતમાં શ્રેષ્ઠ છે કે જે નિરંતર વિષય, ભોજન, શયનાદિક બધું સુખે ભેગવી શકે. મેં તે કુકડીની
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy