________________
૧૯૨
મહાપ્રાભાવિક નવસ્મરણ,
તેથી રાગાકાંત એવા મારૂં રક્ષણ કર! રક્ષણ કર!.” (આ પ્રમાણે ખેલતા થકા) દશે આંગળીએ મુખમાં નાખી તો પણ તે ન લ્યેા. ફરી તે યુવાન થયા અને ખેલ્યા કે-આને માંધીને હું સમુદ્રમાં ફેંકી દઉ છું, એમ કહીને તેને કુદકા માર્યો. [ તો પણ ] તે ધ્યાનથી ચલાયમાન ન થયા. પછી વળી તેને હજારા ધેાળાવાળવાળા વૃદ્ધનું રૂપ લીધું અને તે કહેવા લાગ્યા કે--હું નંદીઘરદ્વીપને વિષે યાત્રા કરવા માટે જાઉં છું, તુ પણ મારી સાથે ચાલ તે તને પણ હું યાત્રા કરાવું. કુમારે વિચાર્યું કે-દેવતાને ધેાળા વાળ ન હાય, (અને) કાઇની સહાય વિના મનુષ્યેાની ત્યાં જવાની શક્તિ નથી. [તેથી ] આ જ તે દુષ્ટ વ્યતર હાવા જોઇએ; એમ સમજીને કુમાર વિશેષ પ્રકારે જાપ અને ધૂપ કરવા લાગ્યા, તેથી તે દુષ્ટ વ્યંતર વીજળીના ઝબકારાની માકક ભાગી ગયા. પછી તે (ધનદત્ત) શેઠ પાર્શ્વનાથ પ્રભુના સ્તવનના જાપ કરીને, સુખપૂર્વક એ ઘરમાં રહેવા લાગ્યા.
ધનદત્ત પેાતાના કુટુંબની આગળ જણાવ્યું કે—પ્રિય કરતું ભાગ્ય બહુ જ મેહુ છે, એણે આપણા ઉપર માટે ઉપકાર કર્યાં છે, તેથી તેને મારી શ્રીમતી નામની પુત્રી આપવા-પરણાવવા ઇચ્છું છું. સ્વજનાએ કહ્યું કે વૈદ્ય મતાવેલું દૂધ મૂળમાં તો મધૂર-મીઠું હતું જ તેમાં વળી સાકર ભળી ! અર્થાત્ જોઇતુ હતુ અને વૈધે કહ્યું.' પછી ધનદત્ત હર્ષી સહિત પ્રિયકરની સાથે પેાતાની પુત્રીને પરણાવી. ( અને ) કરમેાચનના અવસરે ઘેાડા, હાર, હીરાજડિત મુદ્રિકા, મેાતી તથા વસ્ત્રા વગેરે પણ ખ આપ્યાં. ( પછી) પેાતાની પત્ની સાથે તે પેાતાના ઘરમાં રહેવા લાગ્યા. આ પ્રમાણે શેઠની પુત્રી શ્રીમતી નામની પ્રિયકરની ત્રીજી પત્ની થઈ.
પછી કેટલાક દિવસે, 'તરને દૂર કર્યાની વાત હિતકર નામના મત્રીશ્વરના સાંભળવામાં આવી. કેમકે-ગુપ્ત રીતે કરેલું પુણ્ય હારા શાખાવાળુ [સમય પર ] થાય છે. અર્થાત્ પ્રગટ રીતે નહિ કરેલું એવું પુણ્ય વખત પર હજાર ગણું ફળ આપે છે. પછી પ્રિયકરને મેલાવીને સુખ સમાચાર પૂછ્યા. કારણકે કહ્યું છે કેઃ—
“આવેા, પધારે, આ જગ્યાએ બિરાજે, તમને જોઈને મને આનંદ થયા, શા સમાચાર છે, કેમ નખળા દેખાએ છે, ઘણા લાંબા સમયે કેમ દેખાયા ? વગેરે ભાષાથી-શબ્દવડે ઘેર આવેલા પેાતાના સ્નેહીને જે આદરપૂર્વક ખેલાવે છે, તેમને ઘેર સદા નિઃશંક મનથી જવું ચેાગ્ય છે.’-૧૬૦
અહે। કુમાર! કોઇ પણ પ્રકારના સ્વાર્થ વગરનું તમારૂં પરોપકારીપણું મારા સાંભળવામાં આવ્યું છે. જેમકેઃ—
"परोपकाराय वहन्ति नद्यः, परोपकाराय फलन्ति वृक्षाः । परोपकाराय दुहन्ति गावः, परोपकाराय सतां विभूतयः ॥ १६२॥