________________
પ્રિયંકર નુપ કથા જે કાંઈ વિધિના લેખ હોય છે, તે જ પ્રમાણે આખા જગતમાં બને છે, એ પ્રમાણે સમજીને ધીર પુરૂ કાયર થતા નથી.”—૧૫૬
તો પણ [હે ભાગ્યશાળી !] તમારી ચિંતાનું કારણ જણાવ. શેઠે પોતાના ઘરનું સ્વરૂપ તેની આગળ નિવેદન કર્યું. (અને કહ્યું કે –) હે ભાઈ! જે તમે કાંઈ તેને ઉપાય જાણતા હો તો કરે. તમે ધર્મવાન અને પરોપકાર પરાયણ છે. કેમકે –
___ "विरला जाणंति गुणा विरला पालंति निद्धणे नेहं ।
विरला परकजकरा परदुक्खे दुक्खिया विरला ।।१५७॥ ગુણે જાણનારા વિરલા પુરુષો જ હોય છે, નિર્ધનાવસ્થામાં પણ સ્નેહનું પાલન કરનારા વિરલા હોય છે; પારકાનું કામ કરી આપનાર વિરલા હોય છે અને પારકાના દુઃખે દુઃખી થનારા [પણ] વિરલા જ હોય છે.” - પ્રિયંકર બે કે-આ ઉપાય કરવામાં આઠ દિવસ લાગશે, (અને) અત્યારે તો મારે કામ છે. શેઠ બોલ્યા-ઉત્તમ પુરૂષે પિતાનું કામ મૂકીને પણ પારકાનું કામ કરે છે. કેમકે –
"हुँति परकज्जनिरया निअकज्जपरंमुहा सया सुअणा।
चंदो धवलेइ महिं न कलंकं अत्तणो फुसइ ॥१५८ સજ્જન પુરૂ હમેશાં પોતાના કામમાં બેદરકાર રહીને (પણ) પારકાનું કાર્ય કરવામાં તત્પર હોય છે. (જેવી રીતે) ચંદ્રમા આખી પૃથ્વીને ઉલ કરે છે પરંતુ પિતાના કલંકને ભૂંસતો નથી.” તેમ જ વળી નિષધ૦ (સગ. ૫ શ્લેક ૮૮)માં કહ્યું છે કે –
“याचमानजनमानसवृत्तः पूरणाय बत जन्म न यस्य ।
तेन भूमिरतिभारवतीयं न द्रुमन गिरिभिन समुद्रैः ॥१५९॥ યાચના કરનારા માણસની મનોવૃત્તિને પૂર્ણ કરવા માટે જેને જન્મ નથી, તેનાથી જ આ ભૂમિ અત્યંત ભારવાળી છે, પરંતુ વૃક્ષ, પર્વતો કે સમુદ્રોથી તે ભારવાળી નથી.”
આ પ્રમાણેના શેઠના વચનથી પ્રિયંકરે તે વાતને સ્વીકાર કર્યો અને કહ્યું કેતમારે કોઈપણ જાતની ચિંતા કરવી નહિ. પછી ચિત્ર મહિનાની અઠ્ઠાઈમાં કુમાર નવા આવાસમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની સ્થાપના કરાવીને, દીપક તથા ધૂપ વગેરે તેની પાસે કરવા પૂર્વક હમેશાં મૌનપણે ૫૦૦ પાંચસો વખત ઉપસર્ગહર સ્તોત્રનો જાપ કરવા લાગ્યા. આઠમા દિવસે બાળકનું રૂપ કરીને વ્યંતર ત્યાં આવીને તેના ધ્યાનભંગ માટે કહેવા લાગ્યો કે-“(હે ઉત્તમ પુરૂષ) તું દયાવાન છે