________________
મહામાભાવિક નવમરણ. છું, તેના બદલામાં કન્યાદાન તે કેવું ? હું પુછું છું જુદું, આપ જવાબ જુદે આપ છો, મીઠું માગતા કપૂર આપવા જેવું અને ઘી માગતાં ઉત્તમ વસ્ત્ર ખેંચી આપવા જેવું તમે કર્યું છે. પંડિતે કહ્યું કે –તમે તમારા ઘેર જાઓ, તમારા પિતાને હું વાત કરીશ. (કારણકે) અ૫કવ (માણસ) આગળ વાત કહેવાથી તેના હૃદયમાં તે વાત ટકતી નથી. પછી તે પિતાના ઘેર ગયો, પિતાની આગળ બધું સ્વરૂપ નિવેદન કર્યું. તેના પિતા (પાસદત્ત) પંડિત પાસે ગયા અને પૂછ્યું કે:-“સ્વમના વિચારનું [ ફળ] સ્વરૂપ તમે શા કારણથી ન કહ્યું ?” પંડિતે કહ્યું કે -આ સ્વપ્નથી એમ જણાય છે કે-તે આ નગરને રાજા થશે. કારણ કે સ્વમશાસ્ત્રમાં આ પ્રમાણે
“અશ્વ વેણ ચતુ, ગ્રામ નામેવ વા. स ग्रामे नगरे देशे, मण्डले पार्थिवो भवेत् ॥१४६॥ आसने शयने याने, शरीरे वाहने गृहे । दह्यमाने विबुध्येत, तस्य श्रीः सर्वतोमुखी ॥१४७॥ समधातोःप्रशान्तस्य, धार्मिकस्यातिनीरुजः । शान्तपुंसो जिताक्षस्य, स्वप्नौ सत्यौ शुभाशुभौ ॥१८॥ રાત્રવતુર્થયામે , g: ના ઘટvaઃ |
मासैदशभिः षडभि-स्त्रिभिरेकेन च क्रमात ॥१४॥ (સ્વપ્નમાં) જે માણસ પોતાના આંતરડાથી ગામ કે શહેરને વીંટી લે, તે ગામ, નગર, દેશ કે મંડલને રાજા થાય. વળી સ્વપ્નમાં જે માણસ પોતાના આસનને, પથારીને, વહાણને, શરીરને, વાહનને તથા ઘરને સળગતાં જુએ તેને સર્વ પ્રકારે લક્ષ્મી આવી મલે છે. જેની બધી ધાતુઓ સરખી હોય, જે બહુ શાંત, ધાર્મિક, કોઈપણ જાતના રોગથી રહિત, અને જિતેંદ્રિય હોય એવા પુરૂષના જોવામાં આવેલા શુભ કે અશુભ સ્વમ સાચાં હોય છે. રાત્રિના ચારે પ્રહરમાં જેવામાં આવેલ સ્વપ્ન અનુક્રમે બાર મહિને, છ મહિને, ત્રણ મહિને અને એક મહિને ફળદાયક થાય છે.”—૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯.
આ પ્રમાણે સાંભળીને “દેવવાણ પણ સત્ય થઈ એમ મનમાં સમજીને પાસદર શેઠે હર્ષિત થઈને પંડિતને કહ્યું કે –“(હે પંડિતવર્ય !) તમે કહેલું બધું સાચું છે, કારણ કે સર્વરે કહેલા શકુન શાસ્ત્રો અન્યથા ન હોય.” પંડિતે કહ્યું કે – “તે જ કારણથી મેં તમારા પુત્રને મારી પુત્રી આપી છે.” શેઠે એ વાત કબુલ રાખી. સારું મુહર્ત જોઈને શેઠે પિતાના પુત્રનું પંડિતજીની પુત્રી સાથે મોટા ઉત્સવ પૂર્વક લગ્ન કરાવ્યું. હસ્તમેચન વખતે પંડિતે ધન, સુવર્ણાદિક પુષ્કળ આપ્યું, તે