________________
૧૭૦
પ્રિયંકર નુપ કથા. પછી પ્રિયંકર હમેશાં સામાયિક-પૂજા-પચ્ચખાણ–દયા–દાન વગેરે પુણ્યના કાર્યો કરવા લાગ્યો. ગુરૂ મહારાજે પણ તેની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા જાણીને ઉપસર્ગહર સ્તવના આસ્રાયો બતાવ્યા. અને કહ્યું કે –“હે મહાનુભાવ! પ્રાતઃકાળે બ્રાહ્મમુહૂર્ત (સૂર્યોદય પહેલાં ચાર ઘડીને સમય)માં] મૌનપણે પવિત્ર થઈ (સ્નાન કરી શુદ્ધ થઈ) પૂર્વ દિશા તરફ મુખ રાખીને એકાંતે [૧૦૮ વાર ] તારે આ ઉપસર્ગહર સ્તોત્ર જાપ કરો. આ સ્તોત્રની અંદર શ્રીભદ્રબાહુ શ્રુતકેવલીએ અનેક મહામન્ચે ગોઠવેલા છે, કે જેનાથી ધરણેન્દ્ર-પદ્માવતી-વૈરેટયા વગેરે સહાય કરે છે. વળી આ (ઉપસર્ગહરસ્તોત્ર)નો ૧૨૦૦૦ બાર હજાર વાર સંપૂર્ણ જાપ કરવાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે. (તેમ જ) દુષ્ટ ગ્રહ-ભૂત-પ્રેત-શાકિની-ડાકિની-મરકી (પ્લેગ)-સાત] ઇતિ–રોગ-જલને પરાભવ–અગ્નિ-વ્યંતર-દુષ્ટતાવ–સર્ષ (નાગ) ઝેર-ચાર–રાજ અને સંગ્રામ વગેરેના ભયે આ સ્તોત્રનું સ્મરણ કરવાથી દૂર થાય છે. અને સુખ, સંતાન, સમૃદ્ધિની પ્રાપ્તિ, સ્વજનને મેળાપ, મૃતવત્સા દેશને નાશ કરીને પુત્રને આયુષ્યની વૃદ્ધિ આપનારા કાર્યો પણ થાય છે. કહ્યું છે કે –
"सर्वोपसर्गहरणं स्तवन पुमान् यो
ध्यायेत् सदा भवति तस्य हि कार्यसिद्धिः। दुष्टग्रहज्वररिपूरगरोगपीडा
____नाशं प्रयान्ति वनिताः ससुता भवन्ति ॥११२॥ उपसर्गहरं स्तोत्रं, ध्यातव्यं भाविना त्वया।
कष्ठे च प्रथमा गाथा, गुणनीया विशेषतः ॥११३॥ સર્વ સંકટોને દૂર કરનાર એવા આ સ્તવન-તેત્રનું જે માણસ નિરંતર ધ્યાન કરે છે, તેનાં બધાં કાર્યો સિદ્ધ થાય છે. [તેમ જ તેની] સ્ત્રી મૃતવત્સા દેષવાળી હોય તે પણ તેણીને તે દોષ નાશ પામીને, સંતાનવાળી થાય છે. (તેથી) હે ભદ્ર! તારે નિરંતર ભાવપૂર્વક આ ઉપસર્ગહરસ્તોત્રનું (મરણ કરવું) ધ્યાન ધરવું (અને) કોઈ કષ્ટ આવે તે તેની પહેલી ગાથાનું વિશેષે કરીને સ્મરણ કરવું.”—૧૧૨, ૧૧૩
[ આ પ્રમાણે ગુરૂમહારાજને ઉપદેશ સાંભળીને ] તે જ વખતથી પ્રિયંકરે ઉપસર્ગહરસ્તોત્ર ગણવાને નિયમ લીધા. (અને) તે દરરોજ ગણવા લાગે. (જ્યારે) કોઈ વખતે નિયમ ભંગ થતો (ત્યારે તે) છ વિગયનો ત્યાગ કરતે. આ પ્રમાણે તેનું નિત્ય સ્મરણ કરવાથી સિદ્ધ કરેલા મંત્રની જેમ તે તેત્ર તેને સિદ્ધ થઈ ગયું. તે જે જે કાર્ય કરતો તે તે કાર્ય તેનું સફલ થવા લાગ્યું.
એક વખત પ્રિયંકર પિતાના પિતાને [ વિનયપૂર્વક અંજલિ જોડીને કહેવા