________________
મહામાભાવિક નવસ્મરણ,
विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं
વિધા મોબારી યાદgી વિદ્યા અRળાં જુદા विद्या बन्धुजनो विदेशगमने विद्या परं दैवतं
विद्या राजसु पूज्यते नहि धन विद्याविहीनः पशुः ॥१०८॥ प्राप्ते महेभ्यवर्गेऽपि, चारिजी वर्णप्रश्निते (?) ।
मुर्खपुत्रोऽवदत् तत्र, द्वारस्थाने कपाटकम् ॥१०९॥ રૂપ અને યૌવનથી સંપન્ન હોય તથા ઉત્તમકુળમાં ઉત્પન્ન થએલા હોય, પણ જે તે વિદ્યા વગરના હોય તે ગંધ વગરના કેસુડાંના ફૂલની જેમ શેભાને પામતા નથી. પંડિતમાં બધા ગુણ હોય છે અને મૂખમાં બધા દે જ હોય છે, તેથી જ હજારો મૂર્ખાઓ કરતાં એક ડાહ્યો માણસ શ્રેષ્ઠ ગણાય છે. વિદ્યા એ માણસનું સુંદર રૂપ છે. સારી રીતે ગુપ્ત રાખેલું ધન છે, વિદ્યા ભોગ, યશ અને સુખને દેવાવાળી છે અને વિદ્યા મેટાઓ કરતાં પણ મોટી છે અર્થાત્ સર્વથી શ્રેષ્ઠ છે. પરદેશમાં વિદ્યા બંધુની ગરજ સારે છે, તે જ ઉત્તમ દેવત–બળ છે. રાજદરબારમાં વિદ્યા જ પૂજાય છે પણ ધન પુજાતું નથી, તેથી વિદ્યા વગરને માણસ પશુ સમાન છે.-ચતુર એ પુત્ર હોય તે તે ધનવાનને વિષે પણ આદર સન્માનને પામે છે. જ્યારે મુખ પુત્ર હોય તે ઘરના દરવાજા બંધ કરવા જેવું છે અર્થાત્ મુખ પુત્ર હોય તેના કરતાં તો પુત્ર ન હોય તો સારું.”—૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦૯
પ્રિયંકર સમ્યત્વ-રતત્રયી (જ્ઞાન, દર્શન અને ચારિત્ર)–નવતત્ત્વ-શ્રાવકનાં બારવ્રતને જાણનાર મહાશ્રાવક થયે. ગુરૂએ પણ કહ્યું કે –“હે મહાનુભાવ-ભાગ્યશાળી! બાલ્યવયમાં પણ ધર્મ કરવા જોઈએ. કારણ કે -
દીહા જતિ વસંતિ નહુ જિમ ગિરિનિજઝરણાઇ; લહુઅ લગઈ જીવ! ઘમ્મ કરિ સુઇ નિચિંત કાંઈ! ૧૧ જરા જાવ ન પીડઈ, વહી જાવ ન વર્લ્ડ;
જાવંદિયા ન હાયિંતિ, તાવ ધર્મ સમાયરે૧૧૧ જેવી રીતે પર્વતમાંથી નીકળતાં ઝરણાઓ (આગળ) વહે જાય છે અને પાછા વળતાં નથી, તેવી રીતે હે જીવ! જ્યાંસુધી લઘુપણું છે ત્યાં સુધીમાં ધર્મ કરીલે! તું બેફીકર થઈને સૂઈ કેમ રહ્યો છે?—૧૧૦
જ્યાંસુધી ઘડપણ આવીને પીડા કરે નહિ, જ્યાં સુધી વ્યાધિ વધી જાય નહિ, જ્યાં સુધી ઇંદ્રિય શિથિલ ન થઈ જાય, ત્યાં સુધીમાં હિ આત્મન્ !] તું ધર્મનું આચરણ કરી લે.-૧૧૧