________________
પ્રિયકર નૃપ કથા.
અવસર જાણીને યાગ્ય હેાય તે આદરા, અવસર પામીને ભૂલશેા નહિ—ભલ કરશો નહિ; [હું આત્મા!] તું જાણી રાખ કે ગમે તેટલું ખર્ચ કરવા છતાં ઘડીએ ઘડીએ અવસર આવતા નથી.-૮૭
૧૭૧
[હે] સુંદર! અવસરે આપેલા ચાંગળા માત્ર પાણીથી પણ મૂતિ માણસ જીવતા થાય છે. (પરંતુ) મરણ થઇ ગયા બાદ સેા ઘડા પાણી આપવાથી પણ શું વળે?”-૮૮
વળી તેઓને મારા પુણ્યનું ફૂલ પણ હું બતાવું. શેઠે કહ્યું-વહાલી ! તેએનું શું સન્માન કરીએ તેા સારૂં? તેના ઉપર કોપ પણ શું (કરવા) અને સ્નેહ પણ શુ કરવા? તેઓએ જે પ્રમાણે કર્યું હતું તે પ્રમાણે હું પણ કરીશ. કહ્યું છે કેઃ— “જે જેમ કરે તેના પ્રત્યે આપણે પણ તેમ કરવું, જે આપણી મશ્કરી કરે તેની આપણે પણ મશ્કરી કરવી. [કારણ કે વેશ્યાએ] પક્ષીની પાંખ તેાડી નાંખી તેા પક્ષીએ વેશ્યાનું મસ્તક મુડાવ્યું.”−૮૯
પતિના આ પ્રમાણેના વચનેા સાંભળી પ્રિયશ્રી ખેાલી કે:“હે સ્વામિન્ ! અપકાર પર ઉપકાર કરવા એ ઉત્તમજનાનુ લક્ષણ છે.” કારણ કેઃ
“છેહુઈ ક્રીઇ છેહુ હોયા ! મ દાખિસ આપણું; કિર મહુતેર નેહુ ઓછા તે ઉમેસઇ -નાના
વળી – कृतघ्ना बहवस्तुच्छा, लभ्यन्तेऽत्र कलौ जनाः । कृतशा उत्तमाः स्तोका, अपकारे हितङ्कराः માર્
હું હૃદય ! (કોઈના) નાશને જોઇને પેાતાના નાશ ન કરીશ! (કારણ કે) ઘણા સ્નેહ કરવા છતાં પણ ઉલ્લાસ પામે એવા તા થાડા જ હાય છે. વળી-કલિયુગમાં હલકા અને કૃતા માણસા ઘણા મળી આવશે, (પરંતુ) અપકાર કર્યા છતાં પણ ઉપકાર કરવાવાળા કૃતજ્ઞ એવા ઉત્તમ પુરુષા બહુ જ થાડા મળી આવશે.-૯૦,૯૧. પછી શેઠે સ્ત્રી (પ્રિયશ્રી)ના કહેવાથી તેની એનાને નિમંત્રણ કરવા માટે પેાતાના માણસા મેાકલ્યા. તેઓ ત્યાં ગયા, પરંતુ ધનથી ઉન્મત્ત થએલી એવી બહેનોએ તેમની આગતા સ્વાગતા પણુ ખરાબર ન કરી. પછી તે સેવકોએ જ્યારે ત્યાં આવવા માટે નિમંત્રણ આપ્યું, ત્યારે તેઓ મેલી કે:“અહા ! જન્મથી આ જ પન્ત તે તે બહેનનું ઘર અમે જોયું પણ નથી, અને આજે વળી એવું શું કારણ ઉપસ્થિત થયુ ?” તે સેવકો ઓલ્યા કેઃ-પુત્રને નિશાળે એસાડવાના છે, ઉત્સવમાં તે તમને સર્વેને તમારી એહેને ખેાલાવ્યા છે.” તે બહેનેા મેલી કે-“તમે કહેજો કે અમને આવેલા જ માની લે.” તેમને નાકરાએ અત્યંત આગ્રહપૂર્વક કહ્યું કે-શે. અમને