________________
પ્રિયંકર પ કથા રાજાએ મંત્રિ, પુરોહિત વગેરેને પૂછ્યું કે “આ માટે શું કરવું એગ્ય છે?” તેઓએ કહ્યું કે “આ ખજાને આપને જ ગણાય. આ (શેઠ)ને આમાંથી થોડું આપવું.”
રાજાએ જે એ ધન ગ્રહણ કરવા માટે પોતાને હાથ તે ખજાનામાં નાખે કે તુરત જ મનુષ્યવાણી થઈ કે–શું હું રાજાને વળગું? રાજપુત્રનું ભક્ષણ કરું? કુબુદ્ધિ આપનાર મંત્રિને કે પુરેહિતને ગ્રહણ કરું? તેથી બધા બી ગયા અને દૂર ખસી ગયા. (અને કહેવા લાગ્યા કે– આ ખજાનો કોઈ ભૂત-વ્યંતરથી અધિણિત લાગે છે. માટે આ બધું શેઠને જ આપી દે.
પછી રાજાએ પાસદર શેઠને પૂછ્યું કે “જ્યારે તે આ ખજાનાને જે ત્યારે ત્યાં કોઈ પણ માણસ હતું? [અથવા તો] શું કોઈએ તે સાંભળ્યું કે જોયું છે ?
શેઠે કહ્યું કે –“હે રાજન! આ નિધાનની વાત હું જાણું છું અને મારી સ્ત્રી જાણે છે, તે સિવાય ત્રીજું કોઈ જાણતું નથી.”
રાજાએ કહ્યું કે –“તે મારી આગળ તમે શા માટે કહ્યું?”
શેઠે કહ્યું કે:-“હે રાજન્ ! પારકું ધન ન લેવાને માટે નિયમ છે. (અને) બધી જમીન રાજાની જ ગણાય છે, તેથી તેની અંદર રહેલું ધન પણ રાજાનું જ ગણાય, તેથી મેં તે ન લીધું. કારણ કે—
પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, ખોવાઈ ગયેલું, પડી રહેલું, મૂકેલું, કેઈએ રાખેલું અને છુપાવેલું એવું તથા કોઈએ આપ્યા વગરનું એક તરખલું સુદ્ધાં પણ ન લેવું.”—૮૦
[ વળી ] હે રાજેન્દ્ર ! ગૃહસ્થ પુરૂષે શુદ્ધ વ્યવહારથી જ ધન ઉપાર્જન કરવું ઉચિત છે. કારણ કે –
શુદ્ધ વ્યવહારથી શુદ્ધ ધન વધે છે. [અને તેવા શુદ્ધ ધનથી જ] ધાન્ય, દેહ, પુત્ર, પત્ની અને ધર્માનુષ્ઠાન શુદ્ધ થાય છે. (વળી) શુદ્ધ દેહથી જ પ્રાણી ધર્મને યોગ્ય થઈ શકે છે, ( અને તે) જે જે કાર્ય કરે છે તે તે સફળ થાય છે.”–૮૧, ૮૨.
શેઠના આવા નિયમથી પ્રસન્ન થએલા રાજાએ તે બધું નિધાન તેને સમર્પણ કર્યું. (અને કહ્યું કે:-) તારા પુણ્યથી જ આ નિધાન પ્રગટ થએલું છે, માટે તે તારું જ છે ! શેઠ વિચારવા લાગ્યા કે-આ ભવમાં જ વ્રત-નિયમનું ફલ મલ્યું. કારણ કે કહ્યું છે કે –
“નાથ ચેપ, નિયમ: શુદ્ધતા | I अभ्यायान्ति श्रियस्तेषां, स्वयमेव स्वयंवराः ॥८३॥