________________
૧૧૭૨ માં બંધસ્વામિત્વ નામના ત્રીજા કર્મગ્રન્થની વૃત્તિ, વિ. સં. ૧૧૮૫ માં પ્રશમરતિ વૃત્તિ, સંગ્રહણીસૂત્રવૃત્તિ, નિપતિ ચરિત્ર તથા શ્રેયાંસનાથ ચરિત્ર વગેરેની રચના કરેલી છે.
આ ત્રણ હરિભદ્રસૂરિ પિકીના કયા હરિભદ્રસૂરિએ આ “સત્તરિય સ્તોત્ર'ની તથા ભક્તામર સ્તોત્રના યંત્ર, તંત્ર વગેરેની રચના કરી હશે એ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી જ, છતાં પણુ જે તેઓ પ્રથમ વર્ણવેલ હરિભદ્રસૂરિ હોત તો તેઓની કૃતિના પ્રાન્ત “વિરહ’ શબ્દ અંકિત હોત, અને તે પ્રમાણે નહિ હોવાથી તેઓ ઉપરોક્ત વડગચ્છીય જિનચન્દ્રસૂરિ શિષ્ય અથવા તો બહગચ્છીય શ્રીમાનદેવસૂરિ શિષ્ય શ્રીજિનદેવ ઉપાધ્યાયના શિષ્ય હોવા જોઇએ. આ પુરાવા ઉપર થી એટલું તે સાબીત થઈ શકે છે કે આ તિજયપહુત્ત તેત્રના રચયિતા વિક્રમની નવમી શતાબ્દિ પહેલાનાં કોઈપણ મહાપુરૂષ છે. • નમિજણ સ્તોત્ર
આ સ્તોત્રનું નામ પણ સ્તોત્રની શરૂઆતના નિકા' શબ્દથી પડેલું છે. તેનું બીજું નામ ભયહર સ્તોત્ર છે અને સ્તોત્રમાં પણ જુદા જુદા માં ભયોનું વર્ણન છે. આ સ્તંત્રના કર્તા શ્રીમાનતુંગસૂરિ છે અને તેઓશ્રીને આ સ્તોત્રમાં ગુપ્ત રહેલો “નમિઝા પાસ વિસર વસહ નિળ
ઢિા' નામનો અઢાર અક્ષરનો મન્ન નાગરાજ ધરણેન્દ્ર તેઓશ્રીના માનસિક રોગના નિવારણ માટે આપ્યાનો ઉલ્લેખ પ્રભાવક ચરિત્રના “શ્રીમાનતુંગસૂરિ પ્રબંધ' નામના બારમા પ્રબંધમાં નીચે મુજબ કરેલો છે –
"कदापि कर्मवैचित्र्यात्तषां चित्तरुजाभवत् । कर्मणा पीडिता यस्मात् शलाकापुरुषा अपि ॥१५९॥ धरणेन्द्रस्मृते राजा पृष्टोऽनशनहेतवे । अवादीदायुरद्यापि स तत्संह्रियते कथम् ॥१६॥ यतो भवादृशामायुर्बहुलोकोपकारकम् । अष्टादशाक्षरं मन्त्रं ततस्तेषां समर्पयत् ॥१६१॥ हियते स्मृतितोयेन रोगादि नवधा वयम् । अन्तर्ययो ततः श्रीमान् धरणो धरणीतलम् ॥१६२॥ ततस्तदनुसारेण स्तवनं विदधे प्रभुः । ख्यातं भयहरं नाम तदद्यापि प्रवर्तते ॥१६३॥ हेमंतशतपत्र श्रीदेहे स्तोममहोनिधेः सूरेरजनि तस्याहो सुलभं तादशां ह्यदः ॥१६४॥ सायं प्रातः पठेदेतत्स्तवनं यः शुभाशयः ।
उपसर्गा व्रजंतस्य विविधा अपि दूरतः ।।१६५।। અર્થાત કેઈકવાર કર્મની વિચિત્રતાથી તેઓશ્રીને માનસિક રોગ થયે, કારણકે જે કમીએ શલાકા પુરૂષોને પણ છોડ્યા નથી તે કર્મોથી તેઓ પણ પીડા પામ્યા. એટલે તેઓશ્રીએ નાગરાજ ધરણેન્દ્રનું સ્મરણ કર્યું અને તેને અનશનને માટે પૂછયું ત્યારે ધરણેન્દ્ર જવાબ આપ્યો કે “હે