________________
Re
મહામાભાવિક નવસ્મરણ. शतानि त्रीणि षड्वर्ण चत्वारि चतुरक्षरं ।
पंचवर्ण जपन् योगी चतुर्थफलमश्नुते ॥४०॥ છ અક્ષરવાળી વિદ્યા (રિતદ્રુ ) ત્રણસો વાર, ચાર અક્ષરવાળી વિદ્યા (વરિહંત) ચારસો વાર, અને પાંચ અક્ષર વાળી વિદ્યા [ ૩] પાંચસો વાર જ૫નાર યોગી એક ઉપવાસનું ફળ પામે.
प्रवृत्तिहेतुरेवैतदमीषां कथितं फलम् ।
फलं स्वर्गापवर्गों तु वदंति परमार्थतः ॥११॥ આ વિદ્યાના જાપનું ફળ જે એક ઉપવાસનું બતાવ્યું છે, તે તે બાળ જીવને જાપમાં પ્રવૃત્તિ થવા માટે જ છે, પરંતુ પરમાર્થથી ખરૂં ફળ સ્વર્ગ અને મેક્ષ છે એમ જ્ઞાની પુરૂષો કહે છે.
पंचवर्णमयी पंचतत्त्वविद्योध्धृता श्रुतात् ।
अभ्यस्यमाना सततं भवक्लेश निरस्यति સિદ્ધાંતમાંથી ઉદ્ધરેલી પાંચ વર્ણવાળી, પંચ તત્વ (રૂ૫) વિદ્યાને જે નિરંતર જાપ કરે તે, તે જાપ કરનારને સંસારના કલેશને નાશ કરે છે. [ટ્ટ દી હૈંat ઃ અવિકાસના નમ: આ પાંચ વર્ણ મયી પંચતત્ત્વ વિદ્યા જાણવી)
मंगलोत्तमशरणपदान्यऽव्यग्रमानसः ।
चतुःसमाश्रयाण्येव स्मरन् मोक्ष प्रपद्यते । મંગળ, ઉત્તમ અને શરણ આ ત્રણ પદને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ આ ચાર પદ સાથે મેળવીને એકાગ્ર ચિત્તથી ચિંતવન-મરણ કરે તે મોક્ષની પ્રાપ્તિ થાય. તે પદો આ પ્રમાણે –
अरिहन्ता मङ्गलं, सिद्धा मङ्गलं, साहू मङ्गलं, केवलिपन्नत्तो धम्मो मङ्गलं १. अरिहन्ता लोगुत्तमा, सिद्ध लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो २. अरिहन्ते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ३.
मुक्तिसौख्यप्रदां ध्यायेद्विधां पञ्चदशाक्षरीम् ।
सर्वज्ञाभं स्मरेन्मन्त्रं सर्वज्ञानप्रकाशकम् ॥१४॥ મોક્ષ સુખને આપવા વાળી પંદર અક્ષરવાળી વિદ્યાનું ધ્યાન કરવું [૩% રિસિદ્ધ સોનિ વઢિ સ્થાદા આ પંદર અક્ષરવાળી વિદ્યા જાણવી), અને સર્વજ્ઞાન પ્રકાશક સર્વજ્ઞ સદશ મંત્રનું સ્મરણ કરવું [૩ૐ હ્રીં શ્રીં મર્દ નમઃ આ મંત્રનું સ્મરણ કરવું].