________________
સુદર્શન શેઠની કથા. જતાં તારે ઘેર જ રહેવું.” એટલે તેણી શિરોવેદનાનું બહાનું બતાવા રાજાને સમજાવી ઘેર રહી.
તે જ દિવસે સુદર્શન શેઠ દેવપૂજન વગેરે દિનકૃત્ય કરીને રાત્રિએ એક શૂન્ય ઘરમાં કાત્સગ દયાને રહ્યા. આ વખતે પડિતા ત્યાં આવી અને તેઓને પાલખીમાં બેસાડીને અમયા પાસે લઈ ગઈ. પિતાના મનોરથ અને પ્રતિજ્ઞાની સિદ્ધિ થવાને વખત પાસે આવેલ જોઈ અભયાના આનંદનો પાર ન રહ્યો. પિતાના શરીરને આભૂષણો વગેરેથી અધિક દીપાવતી તે સુદર્શન શેઠની પાસે આવી વિરહાકુલ બનીને આ પ્રમાણે બોલવા લાગી કે –હે ભદ્ર! આપના કુદ કુસુમ જેવા હાસ્યથી, ભ્રમર વાસિત વિસ્વર કમળ જેવા નેત્રથી, પરવાળાની રક્તતાને ધારણ કરનાર તમારા અધરોષ્ટના ચુંબનથી, કેશરવણ એવી આ તમારી કાયાના આલિંગનથી મારા અને તમારા બંનેના મનોરથ પૂર્ણ કરે.” આ પ્રકારનાં શિંગારિક વચનોથી તેણીએ બહુ વાર યાચના કરી, પરંતુ તે યાચના સુદર્શનના ધ્યાનની એણિને વધારે વિકસિત કરવાના એક સાધનરૂપ થઈ પડી.
જેમ જેમ તેણીએ વિકારી અને શૃંગારિક શબ્દોથી વિષયની યાચના કરવા માંડી, તેમ તેમ સુદર્શનને આત્મા ઉચ્ચ ઉચ્ચ ધ્યાનની શ્રેણિ પર આરૂઢ થતાં તેણે એવો નિશ્ચય કર્યો કે –“જ્યાં સુધી આ અનુકુળ ઉપસર્ગથી હું મુક્ત ન થાઉં ત્યાંસુધી મારે કાર્યોત્સર્ગ પાર નહિ.” આ પ્રમાણે નિશ્ચય કરીને તેઓ ધ્યાનસ્થ રહ્યા. - નમ્ર અને અનુકૂલ વચનથી પણ જ્યારે સુદર્શન તરફથી સંતોષકારક પ્રત્યુત્તર ન મળે, એટલે અભયા રેષમાં આવી ગઈ અને કર્કશ વચનેથી કહેવા લાગી કે –“અરે ધૃત્ત ! આવી રીતે નગ્ન થઈને તારી પ્રાર્થના કરતાં પણ તને દયા નથી આવતી? આવીને આવી રીતે ક્યાં સુધી મને સતાવીશ? હું એક મહારાજાની પટરાણી થઈને પણ તારી પાસે દીન થઈને ઊભી છું છતાં તારું કઠોર હૃદય હજુ કેમ પીગળતું નથી ? અરે ! અક્કલના અંધા ! સ્ત્રીઓને વધારે છે છેડવાથી તેઓ નાગણ કરતાં પણ વધારે ભયંકર બની જાય છે અને છેવટે તેઓ શું ફળ દેખાડે એ તને ખબર નથી? વાઘણને પંપાળવી તો દૂર રહી, પણ તેને ઉલટી સતાવીને વિકાળ શા માટે બનાવે છે? અરે અધમ ! મારી પાસે પણ તું પિતાની અધમતા દેખાડે છે? અમૃતની તલાવડીમાં ઝેર ભેળવી શા માટે પિતાના જીવનને જોખમમાં નાખે છે? જો તારે દુઃખના દરીઆમાં ગરકાવ થઈ જવું હોય, યમના અતિથિ થવું હોય અને અહીં જ નારકીને નમુનો જે હય, તો જ તું કદાગ્રહી થઈ ઊભે