________________
(૦૪
મહામાભાવિક નવસ્મરણ. કરું છું કે –“જે સુદર્શનની સાથે રતિવિલાસ ન કરું તો મારે અગ્નિમાં બારેબાર પ્રવેશ કરો.” આ પ્રમાણે અભયાએ શપથ લીધા. પછી કેટલેક સમય ક્રીડા કરી. તે બંને પોતપોતાને ઘેર ગઈ, રાજા વગેરે પણ અમુક વખત સુધી ત્યાં વિલાસ કરી સ્વ સ્વસ્થાનકે ચાલ્યા ગયા.
એક દિવસે અભયાએ પોતાની પ્રતિજ્ઞાની વાત પિતાની પંડિતા નામની ધાવમાતાને એકાંતમાં કહી સંભળાવી. એટલે તેણે કહ્યું કે:-“હે પુત્રી ! મહાત્મા પુરુપિનું ધૈર્ય અને મેરૂ પર્વતનું શિખર એ બંને ડગાવવા મહા મુશ્કેલ છે. તું જાણતી નથી કે સામાન્ય શ્રાવક પણ પરસ્ત્રી સહોદર હોય છે, તો આ પુણ્યાત્મા સુદર્શનની તો વાત જ શી કરવી? ઝાંઝવાના જળથી તૃષા છીપાવવી, સસલાના શિંગડા માટે વનમાં ભટકવું અને સુદર્શનના શીલ ભંગ માટે સાહસ કરવું તે બરાબર છે. માટે હે વત્સ! આ પ્રતિજ્ઞા તે સંપૂર્ણ વિચાર કર્યા વિના કરી છે, તેનો નિર્વાહ કરે અતિ દુષ્કર છે.”
ધાવમાતાની આ રીતની શિખામણ સાંભળીને પુનઃ અભયા બોલી કે:-“હે માતા ! ગમે તેમ થાય પણ એ પ્રતિજ્ઞાને મારે નિર્વાહ કરે જ પડશે. તમારે કોઈ પણ ચાલાકી વાપરીને તેને એક વાર અહીં લઈ આવે. જે મારાં લીધેલા વચનને ભંગ થાય તો મારે અગ્નિ પ્રવેશ કરવાનો વખત આવે.” તેણીને આ દઢાગ્રહ જાણીને પંડિતાએ વિચાર કરીને કહ્યું કે –“હે વત્સ! એ પર્વના દિવસે પૌષધ લઈને કોઈક શૂન્યગૃહમાં કાયોત્સર્ગ રહે છે, તેવા અવસરે લાગ સાધીને તેને અહીં લાવે ઠીક પડશે; બીજી કઈ રીતે તેને અહીં લાવવો મુશ્કેલ છે, કારણ કે તે હવે પરસ્ત્રીઓનો કદી વિશ્વાસ જ કરતો નથી. અને મોટે ભાગે કાર્ય પ્રસંગે પણ બીજા કોઈના ઘેર જતો નથી.”
આ યુક્તિ અભિયાને અનુકુળ લાગવાથી તેણીએ તો કબુલ રાખી. પછી પંક્તિા પહેરગીરીને વિશ્વાસ બેસાડવા સુદર્શનના શરીર પ્રમાણ જેટલી એક બનાવટી મતિ બનાવરાવીને દરરોજ અંતઃપુરમાં લઈ જતી અને પાછી લાવતી હતી.
એકદા કૌમુદીપ આવતાં સર્વ નગરવાસીઓને વનમાં જઈ કીડા કરવાને રાજાએ પટહ વગડાવ્યા. તે જ દિવસે ચાતુમાસિક પર્વ હોવાથી રાજાની અનુજ્ઞા મેળવી સુદર્શન શેઠ ધર્મકૃત્ય કરવા ઘેર રહ્યો. આ અવસરની તક લઈને પંડિતાએ અભયાને કહ્યું કે “તારી ધારેલી પ્રતિજ્ઞા પૂરી કરવા આજે કૌમુદી મહોત્સવમાં ન