________________
૧૦૧
સુદર્શન શેઠની કથા. જ તે વ્યાકુળ બની સ્ત્રીચરિત્રનું અનુકરણ કરીને તે કહેવા લાગી કે –“હે સુદર્શન ! આજે તમારા મિત્રના શરીરે સારું નથી, માટે ત્યાં આવીને તેમને ધીરજ આપી સંતુષ્ટ કરો. તે તમારી સાથે વાતચીત કરવાને તમોને બેલાવે છે.” આ પ્રમાણેનાં તેણીનાં કપટ ચાતુર્યતાવાળાં વચનોને સત્ય સની પોતાના મિત્રની અકુશલતા માટે દિલગીર થતો તે સત્વર તેને ઘેર ગયો. આ વ્યતિકર પરથી એમ પણ સમજી શકાય છે કે સુદર્શન ખાસ કાર્યપ્રસંગ વિના કેઈના ઘેર જ નહિ હોય.
મિત્રના ઘેર પહોંચતાની સાથે જ ઉત્સુકતાથી સુદર્શન પૂછવા લાગ્યો કે – મારો મિત્ર ક્યાં છે?”
કપિલા ટાળથી તેને અંદરના ઓરડામાં લઈ ગઈ. અને બારણાં બંધ કરીને કહેવા લાગી કે –“તમારા નામની ઝંખના કરતાં કરતાં જે તે સફળ કરવાને પ્રસંગ આવ્યો છે, માટે મારી યાચનાનો સ્વીકાર કરી અને તેનેડદાન આપ; કારણકે ફરીને આ યોગ મળવા મુશ્કેલ છે.”
આ પ્રમાણેનાં વચન સાંભળીને સુદર્શન વિચાર કરવા લાગ્યું કે “અહો ! વિષયાસક્ત મનુષ્ય કેટલા બધા અંધ બની જાય છે ! કામાંધ મનુષ્ય છતી આંખે આંધળા અને છતા કાને બહેરા થઈ જાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
"दत्तस्तेन जगत्यकीर्तिपटहो गोत्रे मषिपूर्वक
श्चारित्रस्य जलांजलिगुणगणारामस्य दावानलः । संकेतः सकलापदां शिवपुरद्वारे कपाटो दृढः ।
शीलं येन निजं विलुप्तमखिलं त्रैलोक्यचिंतामणिम् ॥१॥ અર્થાત–સમગ્ર લેકમાં ચિંતામણિ સમાન પોતાનું શીલ જેણે ગુમાવી દીધું છે, તેણે જગતમાં પિતાના અપયશનો પટ વગાડ્યો, ગોત્રમાં અસિને કુચડો ફેર, ચારિત્રને જલાંજલિ આપી, ગુણના સમૂહરૂપ જે બગીચે તેમાં દાવાનળ મૂળે, સર્વ આપત્તિઓને સંકેત કર્યો અને મેક્ષનગરીના દ્વારમાં તેણે મજબુત કપાટ દી સમજવો.”
શીલભંગના ખરાબ પરિણામો નજરે જેવા છતાં પણ કામાંધ મનુષ્ય કઈ પણ જાતનું કાર્ય કરતાં ખચકાતા નથી. અહા ! એક તુચ્છ વિષયની કામના પૂરી કરવાને માટે મનુષ્ય કેટલા બધા પ્રપંચ ખેલે છે. પ્રતિકુલ ઉપસર્ગો કરતાં આવા અનુકુલ ઉપસર્ગોમાં પિતાના પૈર્યને ચલિત થવા ન દેવું એ જ મહાપુરૂષનું લક્ષણ છે. અત્યારે કોઈપણ રીતે આ કેસેટીમાંથી મારે પસાર થયા વિના છુટકે