________________
નંદનની કથા.
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ધમકીડાના સ્થાનરૂપ અધ્યા નામની એક નગરી છે કે જ્યાં કૌતુકથી આવેલ શેષનાગની લહમીને લુંટનાર કિલ્લે, ઘણા કાંગરાથી શેભે છે. ત્યાં શત્રુઓની રમણીઓને વૈધવ્ય આપવામાં સમર્થ એવો સામવર્મ નામે રાજા હતો. પિતાના તાબે કરેલ દિશારૂપી સ્ત્રીઓને જે પિતાના પ્રતાપના મિષથી કુંકુમના લેપની શોભા પમાડતો હતો. તેને લક્ષ્મી સમાન મનેહર એવી લક્ષ્મી નામે રાણી હતી. ત્રિવર્ગનું સેવન કરતાં તે બંને પોતાના શ્લાઘનીય જન્મને વ્યતીત કરતા હતા. એવામાં રાણીને મન્મથ સમાન મનહર પુત્ર ઉત્પન્ન થયે. જે સર્વ લોકોને આનંદ પમાડનાર હોવાથી નંદન એવા નામથી વિખ્યાત થયે. કાંતિમાં ચંદ્રમા સમાન શોભાયમાન તે કુમાર, દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા અને સમય આવતાં વિનયરૂપ આકાશમાં સંચરતાં તેણે સમસ્તકળાઓ ધારણ કરી.
એકદા તે રાજકુમારે કીડા પૂર્વક નગરીમાં ભમતાં, નગરીને ઉત્સવમય જોઈને તેણે કોઈ પુરૂષને પૂછયું કે પ્રતિમંદિરે ધ્વજાઓ ઉચે કરવામાં આવેલ છે અને કનકના તંભેપર મણિના તોરણ બાંધવામાં આવેલ છે–એમ આ નગરીને ઉત્સવમય બનાવવાનું શું કારણ હશે?” ત્યારે તે પુરૂષ બે કે:-“અહીં પૂર્વે કેટવાળે પાસેની નદીના પ્રવાહમાં તણાતું એક મોટું બીરાનું ફળ જોયું. એટલે નદીમાં પ્રવેશ કરીને ફળ લઈને તેણે મહારાજાને અર્પણ કર્યું, જેથી વર્ણ, ગંધ અને રસથી ઉત્કૃષ્ટ એવું તે ફળ જતાં રાજા ભારે પ્રમોદ પામ્યો. પછી તેણે કોટવાલને સન્માન આપતાં પૂછયું કે-“આ ફળ તને કયાંથી મળ્યું ?” તે બોલ્યોઃહું નદીના પ્રવાહમાંથી એ લઈ આવ્યો.” ત્યારે રાજાએ કહ્યું –“જ્યાં એ ઉત્પન્ન થયું છે, તે વનની તપાસ કરે.” પછી આગળ જતાં નદીના કિનારે તે વૃક્ષ, તેના જેવામાં આવ્યું. ત્યાં જે પ્રવેશ કરીને ફળ ગ્રહણ કરે, તે મરણ પામે. એમ તેના જાણવામાં આવતાં એ હકીકત તેણે રાજાને નિવેદન કરી. એટલે રાજાએ તેને આદેશ કર્યો કે –“ત્યાં વારા પ્રમાણે એક એક પુરૂષને પ્રવેશ કરાવીને તારે દરરોજ એક એક ફળ લાવવું.” એમ તે ફળ લાવવામાં પ્રતિદિન એક એક પુરૂષને નાશ થવા લાગ્યો. આથી નગરજને ભારે વિષાદમાં પડ્યા.
કુમારપાળ પ્રતિબંધ' ગુજરાતી ભાષાંતરના. પાના. ૪૨થી ૪૩૬ પરથી આ કથા લેવામાં આવી છે.