________________
૪૧
મહામાભાવિક નવમરણ.
પદના ધ્યાન અને જાપથી પ્રાકામ્ય સિદ્ધિની પ્રાપ્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે.
(૮) લીરૃએ પદમાંને “શબ્દ વિશેષ કરીને ઘાતક છે કે-આ પદના ધ્યાનથી સર્વ કામનાઓની સિદ્ધિ થાય છે, કારણ કે-“સનું હવામાન) સાધયન્તિ ફુતિ સાધવત્તેભ્યઃ એટલે સર્વ કામ [ ઈચ્છાઓ ] ને જે પૂર્ણ કરે છે તેઓને સાધુ કહે છે.
શ્રી નવકાર મહામત્વનું પાંચમું પદ અને પાંચમી સંપદાનું વિસ્તારથી વર્ણન આ પ્રમાણે જાણવું.
પ્રશ્ન–આ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરે તે સંક્ષેપથી કરો કે વિસ્તારથી કરે? તેમાં જે સંક્ષેપથી નમસ્કાર કરવો એ કહેશો તે સિદ્ધ અને સાધુઓ પ્રત્યેજ નમસ્કાર કરવો યુક્ત છે, કારણ કે એ બંનેને નમસ્કાર કરવાથી અરિહંત, આચાર્ય અને ઉપાધ્યાયનું પણ ગ્રહણ થઈ જાય છે, કારણ કે અરિહંત વગેરે જે ત્રણ છે તે પણ સાધુપણું છેડતા નથી અને જે તમે કહેશે કે વિસ્તારથી નમસ્કાર કરે તે ઋષભાદિ ચોવીશ તીર્થકરને વ્યક્તિ સમુચ્ચારણ પૂર્વક એટલે જૂદું જુદુ નામ લઈને નમસ્કાર કરવો જોઈએ.
ઉત્તર–અરિહંતને નમસ્કાર કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફલની પ્રાપ્તિ સાધુને નમસ્કાર કરવાથી થતી નથી, જેમકે રાજાને નમસ્કાર કરવાથી જે ફલની પ્રાપ્તિ થાય છે તે મનુષ્યમાત્રને નમસ્કાર કરવાથી થતી નથી, તે માટે વિશેષતાને લઈને પ્રથમ અરિહંતને નમસ્કાર કર એગ્ય છે.
પ્રશ્ન–ન્યાયની વાત તો એ છે કે જે સર્વથી મુખ્ય હોય, તેનું નામ પ્રથમ ગ્રહણ કરવું જોઈએ; તો અહીં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરતાં પ્રથમ શ્રી અરિહંતને નમસ્કાર કીધો, પરંતુ ન્યાયની રીતે તો અહીંયાં પંચ પરમેષ્ઠીમાં સર્વથા કૃતકૃત્ય પણે કરીને સિદ્ધનું પ્રધાન પણું છે; અર્થાત્ પાંચમાં સિદ્ધ મુખ્ય છે, તેથી પ્રથમ સિદ્ધને નમસ્કાર કરીને પછી અનુક્રમે અરિહંતાદિકને નમસ્કાર કરો યુક્ત છે.
ઉત્તર—આપણે સિદ્ધને પણ શ્રી અરિહંતના ઉપદેશથી જ જાણીએ છીએ, વળી જુઓ! અરિહંત જ તીર્થની પ્રવર્તન કરે છે અને ઉપદેશ આપીને ઘણું જીવ પર ઉપકાર કરે છે, એટલું જ નહીં, પરંતુ સિદ્ધ પણ શ્રી અરિહંતના ઉપદેશથી જ ચારિત્ર અંગીકાર કરીને કર્મ રહિત થઈ સિદ્ધપણું પામે છે, માટે શ્રી અરિહંતને જ પ્રથમ નમસ્કાર કરવો યોગ્ય છે.