________________
મહામાભાવિક નવસ્મરણ. પાંચમા સાધુ પદનું વર્ણન આ પ્રમાણે “મોટો સવE” એટલે નમો રોજે પુખ્ય અર્થ-અઢી દ્વીપ પ્રમાણ લેકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ.
જ્ઞાનહિરાવ મોક્ષ વયન્તીતિ ઃ ” અર્થાત્-જેઓ જ્ઞાનાદિ શક્તિદ્વારા મોક્ષનું સાધન કરે છે તેઓને સાધુ કહે છે. તથા જેઓ સર્વ પ્રાણી માત્રને વિષે સમપણું ધ્યાવે, તેને નિરૂક્તિ ન્યાયે કરીને સાધુ કહીએ, કહ્યું પણ છે કે –
- "निव्वाण साहए जोय, जम्हा साहन्ति साहुणो।
समाय सब्वभूएसु, तम्हा ते भाव साहुणो ॥१॥" અર્થાત-સાધુ લેકે મોક્ષને સાધવાના જે પેગ તેને જાણીને તેની સાધના કરતા હોવાથી તથા જગતના સમસ્ત પ્રાણુંઓ તરફ સમભાવ પણું ધરતા હોય છે તે કારણ માટે તેઓ ભાવસાધુ કહેવાય છે.
અથવા જેઓ સંયમના સત્તર ભેદને ધારણ કરે છે તેઓને સાધુ કહેવાય છે
કહ્યું પણ છે કે –
"विसयसुहनियत्ताणं, विसुद्धचारित्तनियमजुत्ताणं ।
तच्चगुणसाहयाणं, साहणकिच्चुज्जुयाण नमो ॥" અથત–જે વિષયના સુખેથી નિવૃત્ત છે, વિશુદ્ધ ચારિત્રના નિયમોએ કરીને યુક્ત છે, યથાર્થ સાધુના ગુણોના સાધક છે તથા મેલ સાધનને માટે ઉઘુક્ત છે તે સાધુઓને નમસ્કાર થાઓ. વળી કહ્યું પણ છે કે –
___ 'किं पिच्छसि साहूणं, तवं व नियमं व संयमगुणं वा।
तो वंदसि साहूण, एअं मे पुच्छिओ साह ॥१॥ અથ-અરે પ્રાણી ! સાધુ તે પિતાના ગુણે કરીને જ સાધુ હોય, તે માટે તું સાધુના સામું શું જુએ છે? તું શું તપશ્ચર્યાને ગુણ દેખે છે? અથવા નિયમ દેખે છે? અથવા શું સંયમને ગુણ દેખે છે?તે ગુણ દેખીને ત્યારપછી શું સાધુને વાંદીશ? એ હું તને પૂછું છું, તેને ઉત્તર આપ. એને શિષ્ય ઉત્તર આપે છે –
"असहाइसहायत्तं, करेंति मे संजमं करंतस्स।
एएणं कारणेणं, णमामि हं सव्वसाहूणं ॥१॥" સહાય વિનાના અને સંયમનું આચરણ કરતા મને સહાય કરે છે, માટે સવ સાધુઓને હું વાંદું છું.