________________
પર
જૈન ચિત્ર- કપલતા
Rીપી પાકી ATM
/11/
'///// By
ચિત્ર ૬૧ : શ્રીપાલ રાસમાંથી એક વહાણ (ઓગણીસમા સૈકા)
ચિત્ર ૬૦ દેવાનું કટક,
गंधव्व नट्ट हय गय, रह भड अणियाणि सव्व इंदाणं ।
माणियाण वसहा, महिसाय अहोनिवासीणं ।। ४५॥ ભાવાર્થ: ૧.ગંધર્વ-ચિત્રમાં જમણા ખભા ઉપર તંબુરો રાખીને ઊભા રહેલે છે; તેર નકે -ચિત્રમાં બે હાથમાં મંજીરાં રાખીને વગાડતા તથા નાટક કરતો દેખાય છે તે; ૩ ઘેડો-ચિત્રમાં આગળના ડાબા પગ ઊંચા રાખીને ઉભેલો છે તે; $ હાથી-ચાલતો હાથી ચિત્રમાં ચીતરેલો છે, જેના પાછલા બે પગ બાંધેલા છે તે; ૫ રથ-ચિત્રમાં મોગલ સમયના રથ તેના હાંકનાર સહિત ચીતરે લે છે તે.
રથને બે ઘડા જોડેલા છે જેમાંના એક સફેદ અને એક કાળે છે. આ ચિત્રમાં ઉપર મુજબનું દેવાના સાત કટ કમાંથી પાંચ કટ કનું આલેખન આપેલું છે. તે સિવાય ૬ ઢું કટક સુભટ અને ૭મું કટક વૃષભ અથવા પાડે હોય છે. વૈમાનિકને વૃષભ અને ભવનપતિને પાડો હોય છે. એ બંનેનાં ચિત્રો પાનાની પાછળની બાજુ ઉપર હોવાથી અત્રે આપ્યાં નથી. ચિત્ર ૧૧ શ્રીપાલ રાસમાંથી એક વહાણ: શ્રીપાલ રાસની પ્રતના પાના ૪પ ઉપરથી—આ વહાણુને રાસકાર શ્રાવિનયવિજયજી એ જુંગ જાતિના વહાણ તરીકે ઓળખાવ્યું છે. તેનું વર્ણન કરતાં તે જણાવે છે કે ‘જેને જોતાં જ અચંબો થાય તેવું એક જંગ જાતિનું વહાણ, કે જેના થંભાને કારીગરોએ સુંદર ધડેલા તથા મણિમાણેકથી જડેલા; અને તે આકાશને જઈ અડવ્યા હોય એટલા ઉંચાઈમાં છે; તેમજ તે વહાણની અંદર સેનેરી શાહીથી ચીતરેલાં મનહર ચિત્રામણોવાળા ગેખ ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે અને તે વહાણને માથે સુંદર વૃજાઓ ફરકી રહેલી છે; તેમજ તેમાં તરેહતરેહનાં મનહર વાછા વાગી રહ્યાં છે કે જેના શબ્દો વડે તે વહાણુ સમુદ્રની અંદર ગાજી રહ્યું છે.