________________
જૈન ચિત્ર-કલ્પલત્તા
1
પાનાની જમણી બાજુના ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા ઇં; તેમાં કથાના પિરચયની શરૂઆત ઉપરના ડકૌશિકના પૂર્વ ભવના સાધુ અવસ્થાના ચિત્રથી થાય છે. ચંડકૌશિક સાધુ બંને હાથમાં એધા પકડી શિષ્યને મારવા જતા-દોડતા દેખાય છે. મારવા જતાં મસ્તક થાંભલા સાથે અંધારામાં અથડાય છે. સામે બંને હાથની અંજલિ જોડી હાથમાં આવે રાખી નમ્ર ભાવે વિનયપૂર્વક દેડકાની વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પડિક્કમવા માટે ગુરુમહારાજને યાદી આપતા શિષ્ય ઊભેલો દેખાય છે. તેના પગ આગળ જ થાંભલા નજીક પ્રસંગાનુસાર ચિત્રકારે દેડકી ચીતરેલી છે. આ પછી, ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલા ચંડકૌશિકના બાકીના પૂર્વ ભવાના પ્રસંગ જોવાના છે. ચંડકાશિક સાધુ અવસ્થામાંથી કાળધર્મ પામી ન્યાતિષ્ઠવિમાનમાં દેવ તરીકે ઉપન્ન એલા બતાવવા માટે અત્રે વિમાનની અંદર બેઠેલા એક દેવની આકૃતિ ચિત્રકારે ચીતરેલી છે. તેની (વિમાનની) નીચે, તે દેવલોકમાંથી ચવીને ચંડાશિક નામે તાપસ તરીકે ઉત્પન્ન થયેલા હૈાવાથી, તેને તાપસ સ્વરૂપે પેાતાના બગીચામાંથી કળ-ફૂલ તોડતાં રાજકુમારને હાથમાં કુહાડા લકને મારવા જતાં કુહાડા સાથે અચાનક કૂવામાં પડેલા ચીતરેલા છે. ત્યાંથી મરીને તે પોતે જ ચંડકાશિક નામે દિવિધ સર્પ થયા છે તે બતાવવા માટે ચિત્રકારે કાળા ભયંકર નાગ ચીતરેલે છે.
પાનાની ડાબી બાજુના ચિત્રમાં આ ચિત્રના અનુસંધાને, શ્રમણ ભગવાન મહાવીરે ચંડકાશિકને કરેલા પ્રતિબોધના પ્રસંગ હેવાના છે. ચંડકાશિકના બિલ—દર આગળ જ પ્રભુ મહાવીર કાઉસગ્ગધ્યાને ઊભા છે. પ્રભુ મહાવીરના શરીરે ચિત્રકારે જે આભૂષણો પહેરાવ્યાં છે તે તેનું જૈન ધર્મ પ્રત્યેનું અજ્ઞાન સૂચવે છે, કારણકે તીર્થંકર જ્યારે સાધુપણામાં વિચરતા હોય ત્યારે, આભૂષણ વગેરેના શ્રમણપણું – સાધુપણું અંગીકાર કરતી વખતે ત્યાગ કરેલો હોવાથી, તેમની એ સાધકઅવસ્થામાં આભૂષણો તેઓના અંગ ઉપર સંભવે જ નહિ. વર્ણનમાં તેને પ્રભુના પગે ડંખ મારત વર્ણવેલા છે ત્યારે ચિત્રમાં પ્રભુના આખા શરીરે વીંટળાએલો તેને ચીતરેલો છે, પછીથી પ્રભુએ પ્રતિષ્ઠાવ્યા બાદ પોતાનું મુખ બિલમાં નાખીને પડી રહેલા ચિત્રકારે ચીતરેલા છે. પાનાની ઉપરના સુશોભનમાં છે સુંદર હાથીએ, નીચેના ભાગમાં પાંચ ઘોડેસવારા તથા એક પદાતિ થીઆરથી સુસજ્જત થએલે, અને આજુબાજુના બંને હાંસીઆએના ઉપરના ભાગમાં યુદ્ધ કરતા ઘેાડેસવારો તથા નીચેના ભાગમાં જળભરેલી વાવા અને વાવાની અંદર સ્નાન કરતા ચાર પુરુષો ચીતરેલા છે, પાનામાં આવેલી માત્ર ચાર લીટીઓમાં ફક્ત ૧૪ અક્ષરાના લખાણ સિવાય આખું પાનું અપ્રતિમ સુÀોભનકળા તથા ચિત્રકળાની રજુઆત કરે છે.
ચિત્ર ૩૮-૩૯ કલ્પસૂત્રની સુંદર કિનારા—હંસવિ૦ ૨ ના પાનાની આજુબાજુનાં જુદીજુદી જાતનાં આ સુશોભના કકત વાદળી અને સફેદ રંગથી જ ચીતરનાર ચિત્રકારેની કલ્પનાશક્તિ કોઇ અજાયબીભરી હોય એમ લાગે છે.
ચિત્ર ૪૦ શ્રીમહાવીરપ્રભુને સંગમદેવી ઉપસર્ગ —પંદરમા સૈકાની હસ્તલિખિત, સુવર્ણાક્ષરી,તારીખ
વગરની પ્રત ઉપરથી.
એક વખતે શક્રેન્દ્રે પોતાના અવધિજ્ઞાનથી પ્રભુને ધ્યાનમગ્ન જોઇ, તુરત સિંહાસન ઉપરથી ઊતરી પ્રભુને ઉદ્દેશી નમન કર્યું. તે પછી ઇન્દ્રે પ્રભુના ધૈર્યગુણની પ્રશંસા કરતાં પેાતાની સુધાઁ સભામાં બેઠેલા દેવા સમક્ષ કહ્યું કે ‘અહા ! શ્રીવીરપ્રભુ કેવા ધ્યાનમગ્ન થઈ રહ્યા છે! તેમની ધીરતાની અને અડગતાની હું કેટલી સ્તુતિ કરૂં! તેમના ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા ત્રણે જગતનાં પ્રાણીઓ કદાચ એકઠાં થાય તોપણ નિષ્ફળ જ જાય ! સભામાં ખેડેલે ઇન્દ્રના એક સામાનિક દેવ સંગમ પ્રભુની પ્રશંસા સહન ન કરી શક્યા. તે ભ્રકુટિ ચડાવી ધ્રૂજતા સ્વરમાં તાડુકી ઊઠી આવ્યો કે આ દેવાની સભામાં એક પામર જનનાં વખાણ કરતાં આપને જરા યે સંકોચ નથી